નાના બાળકોને સાચવા ખરેખરે અઘરું કામ છે. કારણ કે, તે ખૂબ ચંચળ હોય છે, જો તેમની પર ધ્યાન અપાય તો ન બનવાની ઘટના બની જાય છે. તમને થશે કે, અમે કેમ કહીં રહ્યાં છે, તો તમને જણાવીએ કે, હાલ એક નાનકડી બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો છે. જે જોઈને તમારો જીવ તાળવે ચોંટી જશે. વિશ્વાસ ન થતો હોય તો જૂઓ વીડિયોમાં..
😱¡HEROICA ATRAPADA!👏
— Unicanal (@Unicanal) March 1, 2021
Un repartidor le salvó la vida a una niña de 3 años que cayó del piso 12 de un edificio en Vietnam.
La nena sufrió fracturas en la pierna y en los brazos, pero está viva gracias a la heroica acción de Nguyen Ngoc Manh❤️, quien sufrió un esguince.#VIRAL pic.twitter.com/eI03quT0IM
વીડીયોમાં 12 માળની બીલ્ડિંગ પર એક નાનકડી બાળકીને લટકી જોઈને એક મહિલા જોર-જોરથી બૂમો પાડી રહી છે. તેને શું કરવું સમજાતું નહોતું. કારણે કે સામેના માળે હતી. જ્યારે તે બાળકી આસપાસ કોઈ નહોતું. જે તેને બચાવી શકે.
તમે અત્યાર સુધી સુપરહીરોની કહાણી ફિલ્મી પડદે જોઈ હશે. પણ હકિકતમાં તો એક કોમન મેન જ સુપરહીરો હોય છે. જી હા.. આ વીડિયો પણ આ વાત સ્પષ્ટ જોવા મળે છે. જ્યારે બાળકી રમતી-રમતી 12 માળની બિલ્ડિંગની બાલ્કની આવી જાય છે અને રમતમાં રમતમાં તે નીચે પડવાને આરે પહોંચી જાય છે. ધીરે-ધીરે નીચે રહી હતી કે, અચાનક એક ડિલવરી બોયે ત્યાં એક સુપરહીરોની જેમ પહોંચીને એ બાળકીને ઝીલી હતી. ત્યારબાદ તે બાળકીને તાત્કાલિક ધોરણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, 31 વર્ષનો ડીલીવરી બૉય ન્ગુયેન નાગોસ રવિવારની સાંજે પાંચ વાગ્યે તેમની કારમાં કસ્ટમરને સમાન આપવા આવ્યો હતો. આ સમયે તેણે બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો. ઉપર જોયુ તો નાની બાળકી 12માં માળે લટકી રહી હતી અને પડવાની જ હતી. તેણે આ જોયું અને, તે જલ્દીથી કારની બહાર નીકળો અને બાજુની બિલ્ડિંગમાં ચઢી ગયો. અને બાળકીને ઝીલી લીધી હતી.
આગળ વાત કરતાં ડીલીવરી બૉયે કહ્યું કે, “તે જ્યારે મારા હાથમાં પડી તો તેના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. આ જોઇને હું ખૂબ જ ડરી ગયો હતો.”
જો કે, ઘટના બાદ બાળકીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. ડોક્ટરના કહ્યાં મુજબ બાળકી બહુ જલ્દી સ્વસ્થ થઇને ઘરે જશે. ડિલિવરી બોયની આ કાર્ય અને હિંમતની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યાંછે. તો કેટલાંક લોકો તેને સુપરમેન કહી રહ્યાં છે.