સામાન્ય રીતે માણસોને ખૂબ ભાવનાત્મક માનવામાં આવે છે. એટલું જ નહીં, મહિલાઓને મમતાની મૂર્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મધરિંગ પ્રાણીઓમાં પણ જોવા મળે છે?ઓસ્ટ્રેલિયામાં આર્થર નામની બિલાડીએ વફાદારી અને પ્રેમનો અનોખો દાખલો બેસાડ્યો છે.
બિલાડી ઝેરી સાપ સામે લડવા થઈ ગઈ તૈયાર…
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ શહેરમાં આર્થર નામની બિલાડીએ વફાદારીનું એક નવું પરિમાણ સેટ કર્યું. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, બે બાળકો તેમના ઘરના પાછલા બગીચામાં રમતા હતા. તે જ સમયે, ઈસ્ટર્ન બ્રાઉન નામનો સાપ ત્યાં આવ્યો. આ સાપની ગણતરી ઓસ્ટ્રેલિયાના સૌથી ઝેરી સાપમાં થાય છે. આર્થર નામની બિલાડીએ જલ્દી જ સાપને બાળકોની નજીક આવતાં જોયો, અને તે પોતાના જીવની ચિંતા કર્યા વગર સાપની સામે લડવા તૈયાર થઈ ગઈ.
બાળકો ખાતર પોતાનો જીવ ગુમાવ્યો..
આર્થર જાણતી હતી કે, જો ઈસ્ટર્ન બ્રાઉન સાપ બાળકોની નજીક આવે છે, તો તે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેના જીવનની કોઈ પરવા કર્યા વિના, તેણીએ સાપનો સામનો કર્યો. સખત સંઘર્ષ કર્યા પછી આર્થરે તે સાપને મારી નાખ્યો, પંરતુ તે પણ પોતે શિકાર બની. ખરેખર, એન્કાઉન્ટર દરમિયાન આર્થરને સાપ કરડ્યો હતો, જેના કારણે આર્થરના આખા શરીરમાં પોઈઝન ફેલાઈ ગયું હતું.
દરેકને આર્થરની બહાદુરીના કાયલ થઈ ગયા હતા...
ઘટનાની માહિતી મળતાં આર્થરનો માલિક તેની સાથે હોસ્પિટલ તરફ દોડી ગયો હતો પરંતુ ઘણી કોશિશ બાદ પણ તે બચાવી શક્યાં નહી. આર્થરનો માલિક અને તે બંને બાળકોના પિતા આર્થરને ગુમાવી દીધી. આ પરિવાર તેની બહાદુરી માટે હંમેશા આભારી રહેશે. આર્થરની આવી નિષ્ઠા જોઈને સૌ કોઈ તેના વખાણ કરી રહ્યાં છે.
ઈસ્ટર્ન બ્રાઉન સાપ ખૂબ જ જોખમી છે
ઈસ્ટર્ન બ્રાઉન સાપ ખૂબ આક્રમ અને ઝેરી હોય છે. તેઓને સમગ્ર વિશ્વના સૌથી ઝેરી સાપની યાદીમાં બીજા ક્રમે રાખવામાં આવ્યા છે. જો આ સાપ કોઈને ડંખ મારે તો પછી તેનું બચવું મુશ્કેલ બને છે.