રાજસ્થાનના ધૌલપુરમાં એક અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં 5 પુત્રોના વૃદ્ધ બાપ અને 60 વર્ષના વૃદ્ધ દાદા આત્મહત્યા કરવાના ઈરાદે એક 11 હજાર વોલ્ટેજના વીજળીના થાંભલા પર ચડી ગયા હતા. વૃદ્ધ શા માટે વીજળીના થાંભલા પર ચડ્યા તેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે દાદાને બીજા લગ્ન કરવા અને તેના માટે તે તેના પરિવારના લોકો પર દબાવ કરતો હતો.

ઘટનાની વિગત અનુસાર ધૌલપુરમાં એક વૃદ્ધ વીજળીના થાંભલા પર ચઢી ગયા હોવાનો મામલો સામે આવ્યો હતો. તેમનાં 5 સંતાનો છે. 60 વર્ષના આ વૃદ્ધ બીજા લગ્ન કરવા ઈચ્છે છે. બાળકો લગ્ન કરવા માટે મંજૂરી આપે તે માટે તે સતત પરિવારના લોકો પર દબાણ કરતાં હતા અને પરિવારના લોકોએ સહમતિ ન આપતા અંતે તેને આ પગલું ઉઠાવ્યું હતું. વૃદ્ધ બીજા લગ્નની જીદ કરતાં 11 કેવીના વીજળીના થાંભલા પર ચઢી ગયા. વૃદ્ધ પહેલેથી જ દાદા અને નાના બની ગયા છે. એક સ્થાનિક યુવકે જીવ જોખમમાં નાખીને વૃદ્ધને નીચે ઉતાર્યા હતા.
મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા
સમગ્ર મામલે વૃદ્ધે જણાવ્યું હતું કે જો તેને લગ્ન ન કરવા દીધા તો તે આત્મહત્યા કરી લેશે. વૃદ્ધ થાંભલે ચઢી ગયા હોવાની સૂચના જ્યારે ગ્રામવાસીઓ અને ઘરના સભ્યોને થઈ તો આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. થાંભલાની પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને વૃદ્ધને નીચે ઉતરવા માટે બુમો પાડી રહ્યાં હતા. પણ વૃદ્ધ એકના બે થવા માટે તૈયાર ન હતા. આ વૃદ્ધનું નામ સોબરમ છે.

લાઈનમાં કરંટ ન હોવાથી દાદા બચી ગયા
સૌથી મોટી અને સારી વાત તો એ છે કે જ્યારે દાદા થાંભલા પર ચડ્યા હતા. લાઈનના તારમાં કરંટ હતો નહીં. જો કે વૃદ્ધે પોતાનો જીવ આપી દેવા માટે એ તારને પણ અડી લીધો હતો. પણ તારમાં કરંટ ન હોવાથી તેને શોક લાગ્યો ન હતો. ઘટનાની જાણ વીજ કંપનીને થતાં તેઓએ તાત્કાલિક કનેકશન કાપી નાખ્યું હતું.
અને મનામણા બાદ દાદા નીચે ઉતર્યા
દાદાએ માત્ર એક જ જીદ્ધ પકડી હતી કે મને લગ્ન કરાવી દો પણ દાદા સમજવા તૈયાર ન હતા. પરિવાર અને સ્થાનિકોઓએ વૃદ્ધને ઘણું જ સમજાવ્યું હતું. એ બાદ એક યુવક વૃદ્ધને નીચે ઉતારવા માટે થાંભલા પર ચઢ્યો. ઘણી જ મહેનત કર્યા પછી વૃદ્ધને થાંભલા પરથી નીચે ઉતારવામાં આવ્યા. ત્યારે જઈને વીજળી વિભાગના કર્મચારી તથા ગ્રામીણોએ રાહતનો શ્વાસ લીધો છે.

વૃદ્ધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
વૃદ્ધની પત્નીનું 4 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું. જેમનાં 5 સંતાનો પણ છે. પરિવારમાં ત્રણ છોકરા અને બે છોકરી છે. જે તમામના લગ્ન થઈ ગયા છે. વૃદ્ધ દાદા એકલા પડી જતાં તેને લગ્ન કરવા માટે નિર્ણય કર્યો હતો અને જીદ પકડીને બેસી ગયા હતા. હાલ તો આ વીડિયો અને સમગ્ર ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ છે.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.