બેટા તુ તો મારો ચંદ્ર છે, તુ તો મારા દિલનો ટુકડો છે, આટલુ કહી મૃત પુત્રને માતાએ વ્હાલથી કપાળ પર ચુંબન કર્યું અને દિકરાએ શ્વાસ લીધો

કહેવાય છે કે મા તે મા બીજા બધા તે વગડાના વા. એક માતાનું સ્થાન દુનિયામાં કોઈ ન લઈ શકે. ‘તુ તો મારો ચંદ્ર છે અને તુ તુ મારા દિલનો ટુકડો છે’ બસ આટલુ બોલીને માતાએ પોતાના દિકરાને ગળે લગાવ્યો અને કપાળ પર વ્હાલથી ચુંબન કર્યુ. ત્યાં જ દિકરાએ શ્વાસ લીધા. માતના જીવમાં જીવ આવી ગયો. કારણ કે આ એક કુદરતનો ચમત્કાર જ હતો.

આ ઘટના બની છે હરિયાણામાં. અહિંયા 20 દિવસ પહેલા એક મહિલાના 6 વર્ષના પુત્રને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જેથી પરિવારના લોકો પુત્રને ઘરે લાવીને અંતિમવિધિની તૈયારી કરી રહ્યાં હતા. પણ માતા પુત્ર પાસેથી દુર જતી ન હતી. તે પોતાના પુત્રને ગમે તેમ કરીને પાછો લાવવા માંગતી હતી. જેથી તે વારંવાર દિકરાને ચુંબન કરતી હતી.

માતા દિકરાને વારવાર કહેતી હતી કે ઉઠી જા મારા લાલ, મારા દિલના ટુકડા, હું તારા વિના શું કરૂ? આ વાત સાંભળીને યમરાજા પણ મજબૂર થઈ ગયા હતા. માતાના શબ્દોથી દિકરાએ શ્વાસ લીધો હતો. આ ચમત્કાર જોઈને સૌના જીવમાં જીવ આવી ગયો હતો. એક માતા પોતાના પુત્રને મોતના મુખમાંથી પાછા લાવી હતી.

દિકરાએ અચાનક જ હલનચલન શરૂ કરી હતી. જેથી અંતિમવિધિમાં જોડાયેલા લોકો પણ દંગ રહી ગયા હતા. કારણ કે એ માતા યમરાજ પાસેથી પાછો લાવી હતી. આખરે એક માતા પોતાના દિકરાને પાછો લાવી હતી. એટલે જ તો કહેવાય છે મા તે મા બીજા બધા વગડાના વા..

દિકરાના જીવમાં જીવ આવતા જ પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી દિકરો સ્વસ્થ થઈને પરત ફર્યો હતો. જેથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.