આજે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી ધામધુમ પૂર્વક મનાવવામાં આવી રહી છે. દરેક શિવ ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા પૂજા પાઠ કરી રહ્યાં છે. ભગવાન શિવને આમ તો ભાંગ, ધતૂરો અને બિલીપત્ર ખુબ પસંદ છે. જેથી ભારતના મોટા ભાગના લોકો આ ત્રણ વસ્તુ વધારે ચડાવે છે. પરંતુ ભારતમાં એવા ઘણા મંદિરો છે કે જ્યાં શિવને અલગ અલગ વસ્તુઓ ચડાવવામાં આવે છે. એવામાં હિમાચલ પ્રદેશમાં આવેલા અર્કીમાં આવેલા શિવ મંદિરમાં ભક્તો મહાદેવને ખુશ કરવા માટે સિગરેટનો ભોગ ચડાવે છે.

ભોળાશંભુ ભક્તોએ દિલથી આપેલી તમામ ભેટ હોંશે હોંશે સ્વીકારી લે છે.પરંતુ હિમાલચ પ્રદેશના અર્કી સોલન જિલ્લાંમા આવેલા લુંટેરુ મહાદેવના મંદિરમાં ભગવાન શિવને ભક્તો દ્વારા અનોખો સિગરેટનો ભોગ ચડાવવામાં આવે છે. કહેવાય છે કે ઇ.સ. 1621માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંના શિવ ભક્તોની માન્યતા અનુસાર ભગવાન શિવને સિગરેટ અર્પણ કરનાર ભક્તથી ભોલેનાથ નારાજ નથી કરતા પરંતુ તેમના દ્વારા અર્પણ કરેલ ભોગ સ્વીકારે છે

લુટેરૂ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તોની ભીડ જોવા મળે છે. અહીંયા જે પણ મન્નત માંગવામાં આવે છે તે મન્નત પૂર્ણ થાય છે. અહીંયા દુર દુરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિર એક ગુફાની અંદર બનેલું છે. આ મંદિરની વચ્ચે 8 ઈંચનું એક શિવલિંગ છે. આ એક પ્રાકૃતિક શિવલિંગ છે. જેની પૂજા કરવામાં આવે છે.
આ સ્વનિર્મિત શિવલિંગમાં ઘણા છેદ છે. કોઈને એ સમજમાં નથી આવતું કે શિવલિંગમાં આટલા બધા છેદ કેમ છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવે જ આમાં છેદ કર્યાં છે. આ મંદિરની પ્રસિદ્ધતા છેદોમાં ભોગ ભરાઈ જવાને લઈને છે. અહિંયા આવતા દર્શનાર્થીઓ આ છેદોમાં સિગરેટ ભરે છે.

આ મંદિરના ઈતિહાસ અનુસાર તે સમયના રાજાના સપનામાં ભગવાન શિવે દર્શન આપ્યા હતા અને મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. પહાડો પર પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા લુટરૂ મહાદેવ મંદિરનો નજારો અદ્દભૂત છે. જેના દર્શન માટે પ્રતિદન હજારોની સંખ્યામાં ભક્તોની ઉમટે છે.
હેરાનીની વાત એ છે કે જે છેદમાં સિગરેટ ભરવામાં આવે છે તે સિગરેટ આપ મેળે જ સળગવા લાગે છે અને એવું લાગે છે કે જાણે કોઈ કશ લગાવી રહ્યું હોય. આ સિગરેટ વચ્ચે ઠરી જતી નથી. આખી સગળી જાય છે. તેની મેળે જ સળગી જાય છે અને આપ મેળે જ પુરી થઈ જાય છે. મહાશિવરાત્રી પર અહિંયા અલગ અલગ ભક્તો વિવિધ બ્રાન્ડની સિગરેટ લઈને આવે છે.