કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ભારતમાં CNGથી ચાલતું દેશનું પહેલું ટ્રેક્ટર લોન્ચ કર્યું છે. આ ટ્રેક્ટર રોમેટ ટેક્નો સોલ્યુશન અને ટોમાસેટો એકાઇલ ઇન્ડિયાએ સંયુક્ત રીતે મળીને બનાવ્યું છે. આ ટ્રેક્ટર ખેડૂતોને તેમનો ખર્ચ ઘટાડીને આવક વધારવામાં મદદરૂપ સાહિત થશે. ટ્રેક્ટની ડિઝાઈનને જોતા જ કોઈપણ તેના તરફ આકર્ષિત થઈ જશે. કારણ કે, તે ડિઝાઈનની રીતે સુંદર તો છે જ પરંતુ તેની અંદરના ફિચર્સ અને તેના ફાયદા પણ ખેડૂતોને આકર્ષી લેશે. આ ટ્રેક્ટરની મદદથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારની તકો પેદા કરવામાં પણ મદદ મળશે. આ સાથે જ CNG ટ્રેક્ટરની મદદથી ખેડૂતોને દર વર્ષે 1 લાખ રૂપિયા સુધીની બચત થશે, જેના કારણે તેમના જીવનમાં ખુબ મોટા સુધારાઓ આવશે.
CNG ટ્રેક્ટરના આ હશે ફાયદા
ભારતના પહેલા CNG ટ્રેક્ટરના ફાયદાઓ શું તેવો સવાલ આપણને થતો હશે.. સાથે સાથે સુરક્ષાને લઈને કેવી ખાતરી મળે છે. એવા પણ સવાલો થતા હશે.. ત્યારે આ CNG ટ્રેક્ટરના ફાયદાઓ અંગે વાત કરવામાં આવે તો, પ્રદૂષણ કન્ટ્રોલ કરવામાં CNG ફાયદાકારક હોય છે. CNG ટ્રેક્ટરથી કાર્બન ઉત્સર્જન ઓછું થશે. ડીઝલ એન્જિનની સરખામણીએ CNG એન્જિન 70% ઓછું ઉત્સર્જન કરે છે. આ સાથે જ CNG અન્ય બળતણ કરતાં સસ્તું છે. આવી સ્થિતિમાં CNG ટ્રેકટર ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. બીજી તરફ CNG ટેન્ક ટાઇટ સીલ્ડ હોય છે. તેથી, રિફ્યુલિંગ વખતે વિસ્ફોટ કે આગ લાગવાની શક્યતા બહુ ઓછી રહે છે. આ ટ્રેક્ટરની ખાસિયત એપણ હશે કે, નવી ટેક્નોલોજીમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. તેથી, CNG એન્જિનનું જીવન ટ્રેડિશનલ ટ્રેકટર્સ કરતાં લાંબું રહેશે.
ઈંધણની સાથે પૈસાની પણ થશે બચત
CNG ફીટ ટ્રેક્ટર્સમાં લેડની માત્રા નથી હોતી. આને કારણે, એન્જિન લાંબા સમય સુધી કામ કરશે. આ સાથે જ CNG ટ્રેકટર્સમાં પણ ડીઝલ કરતા વધારે એવરેજ મળશે. તેથી, આના ઉપયોગથી ઇંધણ પર થતા ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થશે. અને તેની સાથે -સાથે મેન્ટેનન્સ ખર્ચ પણ ડિઝલ ટ્રેક્ટર કરતાં ઓછો રહેશે. એવું કહી શકાય કે, વર્ષે એક વાખ રૂપિયા સુધીની ખેડૂતો બચત કરી શકશે.
ખેડૂતો માટે વરદાન રૂપ હશે
એવું કહી શકાય કે, CNG ટ્રેક્ટર ડીઝલ ટ્રેક્ટરની તુલનાએ ખેડૂતો માટે એક વરદાન રૂપી સાબિત થશે. જોકે હાલ તો ભારતમાં તેનું લોન્ચીંગ થઈ ચૂક્યું છે. તેવામાં જોવાનું એ રહેશે કે, આ ટ્રેક્ટરને ખેડૂતો તરફથી કેટલો પ્રતિસાદ મળે છે.
કેટલી હશે ટ્રેક્ટરની કિંમત?
જોકે ટ્રેક્ટરની કિંમત અંગે હજૂ સુધી કોઈ માહિતી નથી સામે આવી. પરંતુ એટલુ ચોક્કસથી કહી શકાય કે, ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં આ ટ્રેક્ટર સસ્તું હશે. અને સસ્તું નહીં હોય ઈંધણની દ્રષ્ટિએ વાર્ષિક લાખો રૂપિયાનો પાયદો થશે. જે ખેડૂતો માટે ખુબ મોટી બચત ગણી શકાય છે.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.
Awesome! Its genuinely remarkable post, I have got much clear idea regarding from this post