ભારતમાં નહીં પણ વિદેશમાં હિન્દુ દેવતાઓને પૂરી રીતે સમર્પિત છે આ એરપોર્ટ, અહિયાં આવતાની સાથે જ.....
ભારતમાં નહીં પણ વિદેશમાં હિન્દુ દેવતાઓને પૂરી રીતે સમર્પિત છે આ એરપોર્ટ, અહિયાં આવતાની સાથે જ…..

ભારતમાં નહીં પણ વિદેશમાં હિન્દુ દેવતાઓને પૂરી રીતે સમર્પિત છે આ એરપોર્ટ, અહિયાં આવતાની સાથે જ…..

વિવિધ સંસ્કૃતિનો દેશ એટલે ભારત દેશ. પણ ભારત જેવી જ સંસ્કૃતિ તમને વિદેશમાં જોવા મળે તો. જી હા આજે અમે આપને એવા એરપોર્ટ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે પૂરી રીતે ભારતીય સંસ્કૃતિ અને સંપૂર્ણ રીતે હિન્દુ દેવીતાને સમર્પિત છે. આ ઈન્ટરનેશનલ એરપોર્ટ ભારતમાં નહીં પણ થાઇલેન્ડમાં છે. થાઇલેન્ડના આ એરપોર્ટ પર જશો તો જાણે એવુ લાગશે કે તમે કોઈ મંદિરમાં પહોંચી ગયા છો. આ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં તમને ભારતની સંસ્કૃતિની ઝલક પણ મળશે. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં સ્થિત આ એરપોર્ટ દક્ષિણ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ પણ છે અને આ એરપોર્ટનું નામ સ્વર્ણભૂમિ એરપોર્ટ છે.

બેંગકોકના આ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમે અમૃત મંથનની દંતકથા સંબંધિત ચિત્રો પણ જોશો. આ સ્થળે એક વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જે અમૃતના મંથન સાથે જોડાયેલી છે. સંકળાયેલી છે. આ મૂર્તિમાં દેવ, દાનવ અને રાક્ષસ સમુદ્ર મંથન કરતા જોવા મળે છે. આ સંપૂર્ણ પ્રતિમા અહીં વિશેષ થાઇ શૈલીમાં બનાવવામાં આવી છે અને ભગવાન વિષ્ણુ પણ નાગદેવ પર બિરાજમાન છે. આ એરપોર્ટ પર ભગવાન વિષ્ણુના વાહક ગરુડની વિશાળ પ્રતિમા લગાવવામાં આવી છે.

થાઇલેન્ડના ભૂતપૂર્વ રાજા ભૂમિબોલએ આ એરપોર્ટને ભગવાન વિષ્ણુને સમર્પિત કર્યું હતું અને તેનું નામ સ્વર્ણભૂમિ રાખ્યું હતું. તેથી આ એરપોર્ટમાં ભગવાન વિષ્ણુની ઘણી તસવીરો અને મૂર્તિઓ છે. એક સમયે થાઇલેન્ડમાં હિન્દુ ધર્મ પ્રચલિત હતો અને આજે પણ અહીં આ સંસ્કૃત બોલાય છે. આ દેશમાં આજે બૌદ્ધ ધર્મનો ઘણો ફેલાવો થયો છે. પરંતુ અહીં હિન્દુ ધર્મની છાપ જોવા મળે છે. આ દેશમાં ઘણા મંદિરો છે.

આપને જણાવી દઇએ કે એક સમયે મલેશિયા, ઇન્ડોનેશિયા, માલદીવ, કંબોડિયા અને થાઇલેન્ડમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનો મોટી રીતે ફેલાયેલો છે. પણ ધીમે ધીમે હિન્દુ ધર્મ આ દેશોમાંથી અદ્રશ્ય થવા લાગ્યો અને બૌદ્ધ ધર્મ અથવા મુસ્લિમ ધર્મ તેની જગ્યાએ પ્રસિદ્ધ બન્યો. પરંતુ આજે પણ તમને આ દેશોમાં હિન્દુ મંદિરો અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તે જ કારણ છે કે આ દેશોના એરપોર્ટ પર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.

આ જ પ્રકારે ઈન્ડોનેશિયામાં પણ એક એરપોર્ટ છે જ્યાં ભગવાન વિષ્ણુની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ એરપોર્ટ ઇન્ડોનેશિયાની રાજધાની બાલીમાં છે. જો કે ભારતમાં પણ આ પ્રકારના એરપોર્ટ સ્થાપવામાં આવશે. આ પ્રકારનું એરપોર્ટ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. જેનું નામ હશે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામ.

અયોધ્યના આ એરપોર્ટ પર ભગવાન રામના જીવનની ઝલક જોવા મળશે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે પોતાનું બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી છે કે અયોધ્યામાં બનાવવામાં આવનારા એરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના નામ પરથી લેવામાં આવશે. જેની સાથે તે આપણા દેશમાં આ પ્રકારનું પહેલું એરોપોર્ટ હશે. જે હિન્દુ દેવના નામે હશે. આજ સુધી ભારતમાં કોઈ પણ એરોપોર્ટનું નામ કોઈ ભગવાનના નામે નથી. આ એરપોર્ટ પર ભગવાન રામની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *