મંગળવારઃ શા માટે હનુમાનજીને ચઢાવવામાં આવે છે સિંદૂર? જાણો શું છે કારણ..
મંગળવારઃ શા માટે હનુમાનજીને ચઢાવવામાં આવે છે સિંદૂર? જાણો શું છે કારણ..

મંગળવારઃ શા માટે હનુમાનજીને ચઢાવવામાં આવે છે સિંદૂર? જાણો શું છે કારણ..

મંગળ એટલે જ્યોતિષમાં તેને પરાક્રમનો કારક માનવામાં આવે છે. જેના કારક દેવ શ્રી રામના ભક્ત હનુમાન છે. અઠવાડિયાના મંગળવાર તેમને સમર્પિત છે. એ જ મંગળ જેને આપણે ભૂમિ પુત્રના નામથી ઓળખીએ છે અને તેના કારક તરીકે હનુમાનજી પ્રસન્ન કરવામાં આવે છે. આવો જાણીએ કેટલીક ખાસ વાતો..

આમ તો, હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખાસ મહત્વ છે. લગભગ દરેક લોકો સિંદરથી પરિચિત છે. એક સિંદૂર જેનો ઉપયોગ પરિણાતા પોતાની માગ ભરવા માટે છે. બીજું સિંદૂર છે હનુમાનજી ચઢાવવામાં આવે છે. તમે સિંદૂર ચઢાવતી વિચાર કર્યો છે કે, શા માટે હનુમાનજીની સિંદૂર ચઢાવવામાં આવે છે… શા માટે સિંદૂર ખાસ મહત્તવ છે…. આવો જાણીએ.

મોટાભાગના દેવી-દેવતાઓનો તિલક સિંદૂર દ્વારા લગાવવામાં આવે છે. 11માં રુદ્રાવતાર હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે. તેની પાછળનું કારણ શું છે કે, તેના ઘણા લોકો નથી જાણતાં. રામચરિત માનસમાં સિંદૂરનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

પંડિતના જણાવ્યાનુસાર,, રામચરિત માનસ અનુસાર 14 વર્ષનું વનવાસ પુરું કર્યા બાદ જ્યારે રામ,સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા હતા, ત્યારે હનુમાનજીએ મા સીતાને સિંદૂર લગાવતા જોયા હતા. તેમણે મા સીતાને સિંદૂર લગાવવા પાછળનું કારણ પૂછ્યું. મા સીતાએ તેમને જવાબ આપ્યો કે, સિંદૂર લગાવવાથી તેમને શ્રી રામનો સ્નેહ મળે અને એક રીતે તે સૌભાગ્યી નિશાની છે.

હવે હનુમાન તો રહ્યાં, રામ ભક્ત અને ઉપથી ભોળાનાથ અવતાર એટલે ભોળા. તેમણે પોતાના આખા શરીર પર સિંદૂર લગાવી દીધું. એમ માની કે, હવે શ્રી રામનો ખૂબ સ્નેહ પ્રાપ્ત થશે અને શ્રી રામની ઉંમર લાંબી થશે.

હનુમાનજીનું આ ભોળપણ જોઈને રામ ખૂબ પ્રસન્ન થયા. તેમણે હનુમાનને ગળે લગાવ્યાં. બસ ત્યારથી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમની મૂર્તિને સિંદૂર લગાવવામાં આવે છે. સાથે એક તેલ અને ઘીની પણ હલકી ધાર મૂકવામાં આવે છે. તેમજ એક ખાસ મંત્રનું ઉચ્ચારમ કરવામાં આવે છે.

મંત્ર
सिन्दूरं रस्तवर्ण च सिन्दूरतिलकप्रिये
भक्तयां दंत्त मया देव सिन्दूर प्रतिगृह्यताम

જાણકારો અનુસાર, હનુમાનજીને સિંદૂર કોઈ મન્નત પૂરી થવા પર અથવા મંગળવારે થતી હુનુમાની પૂજામાં ચઢાવવામાં આવે છે,કહેવાય છે કે, હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી શનિની સાઢેસાતી, અઢૈયા દશા. અંતરદશાનો પ્રભાવ ઓછો કરવા માટે શનિવારે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે.