મંગળવારે હનુમાનજીનો આરાધનાનો દિવસ હોય છે. તેમની પૂજા કરવાથી ભક્તોના બધાં સંકટ દૂર થાય છે અને મોટામાં મોટો ભય પણ નષ્ટ થઈ જાય છે. આ ઉપરામંત હનુમાનજીની આરાધનાથી કુંડળીમાં પણ મંગળ ગ્રહ પ્રબળ હોય છે અને જાતકોને તેમનો લાભ પણ મળે છે. મંગળવારના ઉપાયમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય બજરંગ બાણનો જાપ છે. કહેવામાં આવે છે કે બજરંગ બાણના જાપથી ભક્તોની સૌથી મોટી મુશ્કેલીઓ દૂર થાય છે.
બજરંગ બાણના જાપથી લાભ
બજરંગબલીને પ્રસન્ન કરવા માટે ભક્ત ઘણું જતન કરે છે. તેમાં હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો વિશેષ મહત્વ હોય છે. દર મંગળવારે અને શનિવારે બજરંગ વાણનો પાઠ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી થાય છે. શક્ય હોય તો નિત્ય બજરંગ બાણનો પાઠ કરો. તકલીફો કેટલી જ મોટી કેમ ન હોય હનુમાનજીની આરાધના કરવાથી તે સરળતાથી નિરાકરણ આવશે.
લગ્ન સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય
મંગળવારે અને શનિવારના દિવસે બજરંગ બાણનો પાઠ કરવાથી વિવાહ સાથે જોડાયેલી મુશ્કેલવીનું દૂર થાય છે. કુંડળીમાં વ્યાપ્ત મંગળદોષનો પ્રભાવ પણ આ જાપથી શૂન્ય થઈ જાય છે. દાંપત્ય જીવનની ખુશી માટે ઉપરોક્ત બંને દિવસ બજરંગ બાણનો જાપ અવશ્ય કરો.
ગ્રહ દશા સારી થાય છે
શનિ, રાહુ અને કેતુની મહાદશા જો તમારી ઉપર ચાલી રહી છે તો મંગળવારે અને શનિવારના દિવસે 3 વાર બજરંગ બાણનો પાઠ કરવાથી તમારી કુંડળીથી ખરાબ ગ્રહ દશા સારી થઈ જાય છે અને તમને આમનું શુભ પરિણામોની પ્રાપ્તિ થાય છે.
નોકરીમાં તકલીફ નહીં આવે
બજરંગ બાણનો પાઠ કરવાથી નોકરીમાં આવી રહેલી તમામ પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. કાર્યક્ષેત્રમાં આવી રહેલી વિપદાઓને દૂર કરવા માટે બજરંગ બાણનો જાપ સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. સાચા મનથી મંગળવારના દિવસ જાપ અવશ્ય કરો.
નકારાત્મક ઉર્જા નષ્ટ થશે
જો તમારા મનમાં કોઈ પ્રકારનો ભય છે તો મગંળવારે અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરવાથી ભય હટી જશે. ઘરમાંથી નકારાત્મ ઉર્જા દૂર થઈ સકારાત્મક ઉર્જા પ્રવેશે.
ગંભીર રોગોથી મૂક્તિ
દિવસમાં 2 વાર સવારે અને સાંજે બજરંગ બાણનો પાઠ કરવાથી ગંભીરથી ગંભીર બીમીરોઓ મટી જાય છે. તેમના જાપથી જાતકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.
વાસ્તુ દોષોથી છુટકારો
ઘરમાં વાસ્તુ દોષના કારણ તમામ પ્રકારની મુશ્કેલી આવે છે. ઘરની તરક્કીમાં વાસ્તુ દોષ એક મોટી બાધા છે. આવામાં વાસ્તુદોષની સમસ્યા હટાવવા માટે મંગળવારના દિવસ બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ.