
હાલમાં જ એક અજીબ અને ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં બે સાથે રહેતા પરમ મિત્રો એક જ કંપનીમાં જોબ કરતા હતા અને તે જ કંપનીમાં બપોરે બંને મિત્રો જમ્યા બાદ મસ્તી કરી રહ્યા હતા અને મસ્તીમાં ને મસ્તીમાં એક મિત્રએ બીજા મિત્રના શરીરના પાછળના ભાગમાં એર કમ્પ્રેસર ની પાઇપ નાખી દીધી હતી. જેના કારણે તે યુવકના પેટમાં હવા ભરાઈ ગઈ હતી અને ત્યાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો.
યુવકની ગંભીર હાલત થતાની સાથે જ તેમને સારવાર માટે તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક ઉમરા પોલીસે આ ઘટનાની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

મૃત્યુ પામેલા યુવકની જો વાત કરીએ તો તેનું નામ તુષાર સદાશિવ હતું અને તેમની ઉંમર માત્ર 20 વર્ષની હતી તે મહારાષ્ટ્રના સાકી તાલુકામાં આવેલ નાનકડા એવા સડવેલ ગામમાં રહેતો હતો. 9 ડિસેમ્બર ના રોજ તુષાર તેમના મિત્ર હર્ષદ સાથે બપોરે કંપનીમાં કામ કર્યા બાદ જમવા માટે ગયો હતો.
જમ્યા બાદ બંને મિત્રો મજાકના મૂડમાં હોવાથી બંને મિત્રો એકબીજા સાથે મસ્તી કરવાનું શરૂ કરે છે મજાક માને મજાકમાં હર્ષદ ત્યાં પડેલી એર કમ્પ્રેસર ની પાઇપ તુષારના શરીરના પાછળના ભાગમાં ઘુસાવી દે છે. જેના કારણે તુષાર ના પેટમાં ખૂબ જ હવા ભરાઈ જાય છે અને તેના આંતરડા ફાટી ગયા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે તુષારના આતરડા ફાટી જવાના કારણે તુષારનું મૃત્યુ થયું છે. તુષારના આ મૃત્યુના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.