શાસ્ત્રો અનુસાર, દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. કહેવાય છે કે, મહાદેવને અભિષેક દ્વારા કોઈ પણ પ્રસન્ન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે. ભગવાન શિવની લિંગસ્વસ્પમાં પૂજા મહાદેવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે, ઈચ્છા મુજબનું વરદાન આપે છે. મહાદેવનો અભિષેક કરવાથી વ્યાપાર અને નોકરી બઢતી થાય છે. શાસ્ત્રોમાં શિવજી પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાયો દર્શાવાયા છે. જેનાથી વ્યક્તિ પોતાની મનોકામનો પૂર્ણ કરી શકે છે.

કાચા દૂધમાં ખાંડ ભેળવીને તાંબાના લોટાથી શિવલિંગ પર અભિષેક કરો. મહાદેવની સાથે-સાથે મા સરસ્વતીના પણ આશીર્વાદ મળે છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
એવું કહેવાય છે કે., સતત પ્રયાસો કરવા છતાં પણ જો તમને સફળતા ન મળે તો દરરોજ શિવલિંગની પૂજા કરવી છે. જેનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગશે.
સાબુત પીળા ચોખા જળમાં ભેળવીને અભિષેક કરવાથી વ્યાપારમાં સફળતા મળ છે. જો નોકરી ન મળતી હોય અથવા વારંવાર નોકરી છૂટી જતી હોય તો સાદા પાણીમાં ગંગાજળ ભેળવીને અભિષેક કરવાથી સફળતા મળે છે.
શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર રોજ ધંતૂરો ચઢાવવાથી ઘરની અને સંતાનની તમામ સમસ્યાઓનો અંત આવે છે. આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ શિવજીને ધંતૂરો ચઢાવવામાં આવે છે.
ભગવાન ભોળાનાથને નિમિત સવા કિલો, સવા પાંચ કિલો, 11 કિલો,21,કિલો અથવા 31 કિલો ઘઉં અથવા ચોખાનું દાન કરવું. આમ કરવાથી તમારી તમામ સમસ્યાઓનું નિવારણ આવશે.
એવું કહેવાય છે કે, જળમાં લવિંગ ભેળવીને શિવાભિષેક કરવું જોઈએ. જેનાથી વેપારમાં થતું નુકસાન અટકશે. 21 દિવસ સુધી દૂધની અભિષેક કરવાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.