હિન્દુઓનો સૌથી મોટો ઉત્સવ મહા શિવરાત્રી નજીક આવી રહ્યો છે. મંદિરોમાં તેની તડામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ તહેવાની શિવભક્તો પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર શિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 11 માર્ચે આવી રહ્યો છે. શાસ્ત્રો અને ગ્રંથો અનુસાર આ દિવસે ભગવાન શિવ લિંગના રૂપમાં દેખાયા હતા. પંડિતો અને શાસ્ત્રો જાણકાર મુજબ જો તમે આ દિવસે ઘરની કેટલીક વિશેષ વસ્તુઓ લેશો તો તમારી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે.
રત્નોથી બનેલું શિવલિંગ: મહાશિવરાત્રી પર ગ્રહોને સંબંધિત શુભ પરિણામ મેળવવા માટે, તમારી રાશિ પ્રમાણે રત્નથી બનાવેલું શિવ લિંગ ઘર માટે લાવવું અને તેની પૂજા-અર્ચના કરો.જેનાથી તમારી દરેક સમસ્યાઓ જલ્દીથી સમાપ્ત કરી શકે છે.
મહામૃત્યુંજય યંત્ર: એવું માનવામાં આવે છે કે, જે ઘરમાં દરરોજ મહામૃત્યુંજય યંત્રની પૂજા કરવામાં આવે છે ત્યાં કોઈ મુશ્કેલી હોતી નથી. શાસ્ત્રો અનુસાર, જો તમે મહાશિવરાત્રિ પર તમારા પૂજાઘરમાં મહામૃત્યુંજય યંત્ર લાવો અને તેની પૂજા કરો છો, તો ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમને વિશેષ પરિણામ મળે છે.
પારદ શિવલિંગ: જો પારદ શિવલિંગની પૂજા દરરોજ ઘરમાં કરવામાં આવે તો તમને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. જેમાં કાલસર્પ દોષ, વાસ્તુ દોષ, પિતૃ દોષ વગેરે આપમેળે દૂર થાય છે. જો તમે તમારા પૂજાઘરમાં મહાશિવરાત્રીમાં પારદ શિવલિંગ સ્થાપિત કરશો, તો જ ફળ પ્રાપ્ત થશે.
બિલીપત્ર: બિલીપત્ર જે મહાશિવરાત્રી પર શિવને વિશેષરૂપે ચઢાવવામાં આવે છે. તેને પાન હોય છે. તેને ઘરે લાવો અને તેને ગંગાના પાણીથી ધોઈ લો અને તેના ઉપર કેસર વડે લખો અને તેને શિવજીને અર્પણ કરો. પૂજા કર્યા પછી, તેને તમારા પૈસાની રાખવાની જગ્યાએ સ્થાપિત કરો. સાથે તમને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ થતી નથી.
એક મુખી રુદ્રાક્ષ: શિવપુરાણ અનુસાર, એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન શિવનું જ સ્વરૂપ છે. જો તેને ગળામાં પહોરો છો તો, તમારી દરેક ઈચ્છા પૂરી થાય છે. તેમજ વિધિપૂર્વકની આ રૂદ્રાક્ષની પૂજા કરીને તિજોરીમાં રાખવામાં આવે તો ક્યારેય પણ પૈસા સંબંધિત સમસ્યા થતી નથી.
પૂજા માટે શુભ સમય: મહાશિવરાત્રી ત્રયોદશી તિથિ – 11 માર્ચ 2021 (ગુરુવાર)
ચતુર્દશી તિથિનો પ્રારંભ થશે – 11 માર્ચ, બપોરે 2.39 વાગ્યે પ્રારંભ થશે
ચતુર્દશી તિથિ સમાપ્ત થાય છે – 12 માર્ચ, બપોરે 12: 00 વાગ્યે.