સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ખાસ હોય છે. આ શિવ અને માતા પાર્વતીની પૂજાનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. માન્યતાનુસાર, આ દિવસે જે લોકો સાચ્ચા મનથી ભોલેનાથની પૂજા કરે છે. તેમને મનગમતો જીવનસાથી મળે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
હિન્દુ પંચાગ મુજબ, પ્રત્યેક મહિનમાં કૃષ્ણ પક્ષની ચતુર્દર્શી તિથિએ માસિક શિવરાત્રી ઉજવવામાં આવે છે. ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 11 માર્ચ 2021 ને ગુરુવારે મનાવવામાં આવશે. આ દિવસ શિવ અને શક્તિના જોડાણની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરીને પ્રસન્ન કરવામાં આવે છે. શિવરાત્રી પર જાગરણ કરીને ભગવાન શિવની પૂજા ચારે પ્રહર કરવી જોઈએ છે. તો ચાલો આપણે જાણીએ આરાધનાનો સમય, પૂજાનું મહત્વ અને ધાર્મિક વિધિઓ.
મહાશિવરાત્રી 2021 તારીખ અને શુભ સમય
11 માર્ચ 2021 ને ગુરુવારે મહા શિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. ચતુર્દશી તિથી – 11 માર્ચ 2021 ને ગુરુવાર 02:00 વાગ્યે 39 મિનિટથી શરૂ થાય છે. જ્યારે ચતુર્દશી તિથિ સમાપ્ત 12 માર્ચ, 2021, શુક્રવારે સાંજે 03:00 કલાકે થાય છે.
રાત્રે પૂજા સમય
રાતના પહેલા પ્રહર પૂજા સમય – 11 માર્ચના રોજ સવારે 06: 27 થી 9.29 સુધી
રાતના બીજા પ્રહરમાં પૂજાનો સમય – 11 માર્ચે સવારે 9: 29 થી બપોરે 12: 31 સુધી..
રાત્રિનો ત્રીજો પ્રહરે પૂજા સમય – રાત્રે 12 થી 31, બપોરે 3.32 વાગ્યે
રાત્રે ચોથું પ્રહરનો પૂજા સમય – રાત્રે 03:32 થી 06:34 સુધી
મહા શિવરાત્રીનું મહત્વ
માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન આ દિવસે થયા હતા. એવું માનવામાં આવે છે કે, શિવ અને શક્તિના આ પવિત્ર તહેવાર પર વ્રત અને પૂજા કરવાથી વિવાહિત જીવનની બધી સમસ્યાઓ હલ થાય છે. આ માટે બંને પતિ-પત્નીએ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપવાસ કરી તેમની સાચા મનથી પૂજા કરવી જોઈએ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહાશિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી ઇચ્છિત વર પણ પ્રાપ્ત થાય છે. જો યુવતીના લગ્નમાં કોઈ અવરોધ આવે છે, તો મહાશિવરાત્રી વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વ્રતનું પાલન કરવાથી માણસનાં પાપો ભૂંસાઈ જાય છે. મહાશિવરાત્રી પર પૂર્ણ ભક્તિ સાથે વ્રત કરવાથી ભગવાન શિવને અપાર કૃપા મળે છે.
પૂજાની રીત
મહા શિવરાત્રીના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને ચોખ્ખા વસ્ત્રો ધારણ કરો અને ભગવાન શિવનું ધ્યાન રાખીને વ્રત કરવાનો સંકલ્પ કરો. તમે મંદિરે જઇ શકો છો, તો પવિત્ર જળ અથવા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો.
ભગવાન શિવને ચંદન વડે તિલક કરો.શિવલિંગ પર ધંતૂરાનાં પાન, ફૂલ, ધંતૂરાનાં ફૂલો,વગેરે વસ્તુઓ અર્પણ કરો.પૂજાના અંતમાં ભગવાન શિવની આરતી કરો.પૂજા પછી શિવપુરાણ, મહામૃત્યુંજય મંત્ર અથવા શિવના પંચક્ષરી મંત્રનો જાપ કરો. રાત્રે જાગરણ દરમિયાન આ દિવસે પૂજા-અર્ચના કરવામાં આવે છે.આ પછી, પરાણે મુહૂર્તમાં મહાશિવરાત્રીના વ્રતનું પાલન કરો.
મહાશિવરાત્રી 11 માર્ચ છે. તે ભગવાન શિવને સમર્પિત એક તહેવાર છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે, શિવ ભક્તો આ દિવસે તેમની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા એવી છે કે મહાશિવરાત્રીના ઉપવાસ કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ ભગવાન શિવની ઉપાસનામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન શિવને પૂજામાં આ પાંચ વસ્તુઓ અર્પણ ન કરો;
નવગ્રહનો દોષ હોય તો શાંત..
જે લોકોની કુંડળીમાં નવગ્રહ દોષ હોય છે,તે દોષ શાંત થઈ જાય છે. નવગ્રહોના દોશ હોવાના કારણે જીવને અનેક મુશ્કેલીઓનો વધાો થાય છે. માનસિક અશાંતિ રહે છે. એવામાં લોકોણે મહાશિવરાત્રિના દિવસે રૂદ્રાભિષેક કરવો જોઈએ.
પતિના લાંબા આયુષ્ય માટે
આ દિવસ વિવાહિતી જોડા માટે ખૂબ ખાસ છે. કહેવાય છે કે, આ વ્રત કરવાથી પતિની ઉમર વધે છે. સુહાગણ મહિલાઓ શિવજી પૂતા કરે છે. ત્યારે ત્યારબાદ માને શૃંગારનો સામાન ચઢાવવામાં આવે છે. માને શ્રુંગાર ચઢાવ્યાં બાદ પંચામૃત,દૂધ, ઘી, મધ, અને ખાંડ ભોલેનાથને અર્પણ કરો. પછી બેલપત્ર પર અષ્ટગંધ, કુમકુમ અથવા ચંદનથી રામ-રામ લખીને ઓમ નમઃ શિવાય કરાંલ મહાકાલ કાલં કૃપાલ ઓમ નમઃ શિવાય બોલતા-બોલતા શિવલિંગ પર જળ અર્પિત કરો. આ સિવાય ભાંગ, ધતૂરો અને મદાર પુષ્પ તથાં ગંગાજળ શિવલિંગ પર અર્પિત કરો.
શનિગ્રહ શાંત રહે છે.,,
જે લોકોની રાશિમાં શનિ ભારે હોય છે. તે લોકોએ આ ખાસ દિવસે શિવ પૂજા કરવી જોઈએ,, શમીપત્ર ચઢાવો. શમીપત્ર ચઢાવવાતી શનિ ગ્રહ શાંત રહે છે. સાથે જ સાઢેસાતી, મારકેશ તથાં અશુભ ગ્રહ ગોચરથતી હાનિ પહોંચતી નથી.