જ્યારે ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓની વાત આવે છે, ત્યારે તેમાં બિલીપત્રનું નામ પ્રથમ આવે છે. આપણે બધા જાણીએ છીએ કે બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે અને શિવલિંગને બિલીપત્ર ચઢાવ્યા વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.
એવું માનવામાં આવે છે કે, શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તને ઇચ્છિત ફળ મળે છે. તેથી, જો તમે પણ ભોલેનાથનો વિશેષ આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો મહાશિવરાત્રી નિમિત્તે 11 માર્ચ ગુરુવારે ભગવાન શિવને તમારે બિલીપત્ર ચઢાવવું જોઈએ. પણ શું ક્યારેય બિલીપત્ર ચઢાવવા પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. તમને ખબર છે કે, બિલીપત્ર કેમ ચઢાવવામાં આવે છે, જો તમારો જવાબ ના છે તો આવો દંતકથા અનુસાર જાણીએ તેનું મહત્વ અને તેની પાછળની કથા..
બિલીપત્રનું મહત્વ
બિલીપત્રમાં, ત્રણ પાંદડાઓ એક સાથે જોડાયેલા છે, જેની માટે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે, ત્રણ પાંદડાઓને ત્રિદેવ (બ્રહ્મા, બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, ત્રણ ગુણો (સત્ત્વ, રાજા અને તમ) ના પ્રતીક અને ત્રણ પ્રારંભિક ધ્વનિ માનવામાં આવે છે. સાથે જ તેને મહાદેવની ત્રણ આંખો અથવા તેના શસ્ત્ર ત્રિશૂળના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે.
શિવલિંગ પર બિલીપત્રના પાન અર્પણ સાથે સંબંધિત દંતકથા
સમુદ્ર મંથન કર્યા પછી જ્યારે ઝેર બહાર આવ્યું, ત્યારે ભગવાન શિવએ દુનિયાને બચાવવા માટે વિષને ગળામાં ધારણ કર્યુ હતું. ઝેરની અસરને કારણે તેનું ગળું ભૂરુ થઈ ગયું હતું અને તેમનું આખું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું હતું. જેના કારણે ચારેતરફથી આગ ઝરવા લાગી હતી. કારણ કે, શિવજીની જેમ આખું બ્રંહ્માડ તપી રહ્યું હતું. આ સમયે બિલીપત્રએ ઝેરના પ્રભાવોને ઘટાડ્યા હતા. બધા દેવી-દેવીઓએ શિવને બિલીપત્ર ખવડાવવાનું શરૂ કર્યું. બિલીપત્ર સાથે શિવને ઠંડુ રાખવા માટે પાણી પણ અર્પણ કરાયું હતું. ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન થતી ગરમી બિલીપત્ર અને પાણીની અસરને કારણે ઠંડક થવા લાગી. બસ ત્યારથી જ શિવજીને જળ અને બિલીપત્ર ઢાવવાની પ્રથા શરૂ થઈ.
શિવલિંગ પર બિલીપત્રના પાન આપતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- શિવલિંગ પર હંમેશાં ત્રણ પાનવાળા જ બિલીપત્ર ચઢાવો.
- ભગવાન શિવને અર્પણ કરતાં પહેલાં બિલીપત્ર સારી રીતે ધોઈને ઉપયોગમાં લો
જ્યારે પણ તમે ભોલેશંકરને બિલીપત્ર ચઢાવો ત્યારે ધ્યાનમાં રાખો કે, તમારે બિલીપત્ર અર્પણ કર્યા પછી પાણી ચઢાવવું જોઈએ. - બિલીપત્ર ચઢાવતી વખતે ‘ઓમ નમઃ શિવાય’ મંત્રનો જાપ પણ કરો.