શિવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે સૌ કોઈ શિવરાત્રીના પર્વની આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. મહાશિવ રાત્રીનો પર્વ ભગવાન શિવનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. માન્યતા મુજબ આ દિવસે ભગવાન શિવની આરાધનાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તમામ સંકટોમાંથી મુક્તિ મળે છે. પણ જો ભૂલથી પણ પૂજા દરમિયાન અમુક ભૂલો થયાં તે ભગવાન શિવ ઝડપથી જ કોપાઈ માન થઈ જાય છે. આ દિવસે ભગવાન શિવ જેટલાં જલ્દી પ્રસન્ન થાય છે એટલાં જ જલ્દી કોપાયમાન પણ થાય છે. તેથી અમે આપને જણાવીએ કે શિવરાત્રીના દિવસે કઈ કઈ ભૂલ ન કરવી જોઈએ.
શિવરાત્રીના દિવસે ભૂલથી પણ આ ભૂલ ન કરવી
- શિવરાત્રીના પર્વ પર કાળા રંગના વસ્ત્રો ન પહેરવા. કારણ કે તેને અશુભ માનવામાં આવે છે.
- ભગવાન શિવને ભૂલથી પણ ચંપા અને કેતકીના ફૂલ અર્પણ ન કરવા જોઇએ. કારણ કે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવે આ ફુલોને શાપિત કર્યા હતાં.
- ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચડાવવા. અક્ષતનો અર્થ થાય છે અતૂટ ચોખા, તે પૂર્ણતાના પ્રતીક છે. તેથી શિવજીને અક્ષત ચડાવતી વખતે તે જોઇ લો કે ચોખા તૂટેલા નથીને.
- શિવલિંગ પર અભિષેક હંમેશા એવા પાત્રથી કરવો જોઇએ જે સોના, ચાંદી અથવા કાંસાના બનેલા હોય. અભિષેક માટે ક્યારે સ્ટીલ, પ્લાસ્ટિકના પાત્રનો પ્રયોગ ન કરવો.
- ભોળેનાથને કોઇપણ ફળ અર્પિત કરી શકાય છે પરંતુ શિવરાત્રી પર બોર જરૂરથી અર્પિત કરો કારણ કે બોરને ચીરકાળના પ્રતીક માનવામાં આવે છે.
- શિવલીંગ પર ચડાવવામાં આવતા પ્રસાદને ગ્રહણ કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. તેથી શિવલીંગ પર ચડાવવામાં આવેલા પ્રસાદને ગ્રહણ ન કરવો.
- શિવરાત્રી દરમિયાન ભૂલથી પણ ચોખા, ઘઉં વગેરે વસ્તુઓનું સેવન ન કરો. આ દિવસે ફળ, દૂધ, ચા, કૉફીનું જે સેવન કરવું.
- શિવલીંગ પર ક્યારેય તુલસીપત્ર અર્પણ ન કરવા.
- શિવલીંગ પર દૂધ ચડાવતા પહેલાં તે ધ્યાન રાખો કે પેકેટના દૂધનો ઉપયોગ ન કરો તથા શિવલીંગ પર ઠંડા દૂધનો જ અભિષેક કરો.
શિવલિંગ પર કેવી રીતે જળાભિષેક કરવો જોઈએ
સૌથી પહેલા શિવલિંગ પર ગંગાજળ ચડાવવું. જે બાદ તેમાં પંચામૃત ચડાવવું, બાદમાં દુધ, દહીં, મધ, ઘી વગેરે ચડાવવું. ત્યાર બાદ ફરીથી ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. જે બાદ શિવલિંગ પર ચંદનનો લેપ, બીલીપત્ર, કનેર, શ્વેતાર્ક, ધતૂરા, કમલગટ્ટા, ગુલાબ, પાન વગેરે ચડાવો. જળાભિષેક કરતી વખતે ભગવાન શિવનો મંત્ર અથવા ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. જે બાદ દીવો પ્રગટાવી, અગરબતી કરી આરતી કરવી જોઈએ. આરતી કર્યાં બાદ ભગવાન શિવ સામે પોતાની ભૂલચૂક માટે માફી માંગવી જોઈએ.
Pakseresht S, Boustani H, Azemi ME, et al clomid pills for sale
CrossrefMedlineGoogle Scholar 43 Sacks FM, Rosner B, Kass EH buy zithromax azithromycin online
Drug interactions with tamoxifen oral and pomalidomide oral cialis 5mg For Rosa26 experiments, Rosa26 mice expressing n 4 or not expressing n 2 the Ksp
Overall, people with a history of cancer were about 1 cialis online cheap 2018 Oct; 43 10 1274 1285