શિવજીની પૂજા કરીને તમે દરેક સમસ્યા સામે સમાધાન મેળવી શકો છો. મહાશિવરાત્રી શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી ખાસ દિવસ છે. આ વખતે શિવરાત્રિ 11 માર્ચે છે. મહાશિવરાત્રિના અવસર પર અમે આપણને આજે શિવ યંત્ર વિશે બતાવીશું. જો તમે કોઈ સમસ્યાને લઈને પરેશાન છો તો શિવ યંત્રના માધ્યમથી તમે તમારા દરેક પ્રશ્નોનો સરળતાથી નિરાકરણ લાવી શકશો. આ શિવયંત્રની ઉપયોગ વિધિ આ પ્રકારે છે.
ઉપયોગ વિધિ
અહિંયા આપવામાં આવેલા ફોટાને ધ્યાનથી જુઓ. ફોટોમાં તમને 1થી 7 અંક આપવામાં આવ્યાં છે. હવે તમે આંખ બંધ કરીને પૂરી આસ્થા અને ભક્તિ સાથે શિવજીનું ધ્યાન ધરો અને મનમાંને મનમાં ઓમ મન: શિવાય મંત્રનો જાપ કરો. ધ્યાન કરતા કરતા માઉસ પડે અથવા હાથની આંગળી શિવયંત્ર પર ફેરવો. જે બાદ બંધ કરી દો. ત્યાર બાદ જુઓ કે તમારુ કર્સર કે તમારી આંગળી ક્યાં અંક પર આવીને ઉભી રહી ગઈ છે. તે અંક સંબંધિત માહિતી નીચે આપવામાં આવી છે. તે જ તમારા પ્રશ્નોનો ઉતર છે.
1.
કામમાં આળસ ન કરવી. તમારૂ કાર્ય ઈમાનદારીથી કરવું. 6 મહિનામાં તમને તમારી સફળતા મળી જશે. સારો સમય શરૂ થવા માટે સંકેત મળી રહ્યો છે.
ઉપાય- દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
2.
તમાર કામ સંબંધી સલાહ વિશેષજ્ઞ પાસેથી લેવી. તમે જે કામ સંબંધિ પ્રશ્ન પૂછ્યો છે. તે કામથી તમને નુકસાની થઈ શકે છે.
ઉપાય- દર મંગળવારે શિવલિંગ પર ચોખા ચડાવવા.
3.
અત્યારે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં નથી બની રહી હતી. થોડા સમય માટે પ્રતિક્ષા કરવી. સમય અનુકૂળ થયા માટે થોડો સમય લાગશે.
ઉપાય- ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો
4.
તમે જે કામ સંબંધે પ્રશ્ન પૂછ્યો છે. તેમાં તમને સફળતા મળશે. ઉતાવળ ન કરવી. અન્ય લોકોનો અભિપ્રાય લેવો.
ઉપાય- જરૂરિયાતમંદ લોકોને તેની ઈચ્છા અનુસાર દાન કરવું.
5.
તમારા નજીકના સંબંધીઓ અને મિત્રોનો પૂરો સહયોગ તમારા કામમાં મળશે. ધન લાભના યોગ પણ બની રહ્યાં છે.
ઉપાય- દર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન કરવાં.
6.
અત્યારે સંઘર્ષના દિવસો છે. સમસ્યાઓના નિદાન માટે 2 વર્ષનો સમય લાગી શકે છે. ધાર્મિક કામો કરતા રહો.
ઉપાય- દર બુધવારે ભગવાન શ્રીગણેશની પૂજા કરવી.
7.
તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તમારા મનમાં જે પરેશાની આવી રહી છે તેનો અંત પણ ઝડપથી થશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી.
ઉપાય- દર સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.