મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ વિશેષ છે અને આ દિવસે શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે સાચા દિલથી ભોલેનાથની ઉપાસના કરે છે, તેમને સાચો જીવનસાથી મળે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ વર્ષે મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 11 માર્ચે આવી રહ્યો છે. આ દિવસે મહાન કલ્યાણકારી ‘શિવ યોગ’ વિધામાન રહેશે. જ્યોતિષીઓના કહેવા મુજબ મહાશિવરાત્રી પર શિવયોગ સાથે આત્મીય નક્ષત્ર હશે અને મકર રાશિમાં ચંદ્ર બેસશે.
હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી મહા મહિનાના કૃષ્ણ પક્ષના ચોથા દિવસે ઉજવાઈ છે. દક્ષિણ ભારતીય પંચાંગ અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર ઉજવાઈ છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ભગવાન શિવની પૂજા અને વ્રત કરે છે, તેને જીવનમાં સુખ-શાંતિ મળે છે. તેમજ સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે.
શુભ મુહૂર્ત
શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રીના દિવસે શુભ કાળ દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવી જોઈએ. પૂજા કરવાથી સંપૂર્ણ ફળ મળે છે. મહાશિવરાત્રિના દિવસે અને રાત્રે 4-4 વાર શિવ પૂજા કરવાની પરંપરા છે અને માનવામાં આવે છે કે આ પૂજા કરવાથી તમામ દુખોનું નિવારણ આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે.
- નિશિથકાળ પૂજા મુહૂર્ત: સવારે 12:06થી રાત્રે 12:55 સુધી
- અવધિ: 0 કલાક 48 મિનિટ.
- મહાશિવરાત્રી પારણા મુહૂર્ત: 06: 36: 06થી 3:04:32.
મહાશિવરાત્રી પર રાત કેમ મહત્વની હોય છે
હિન્દુ ધર્મમાં રાત્રિ કાલીન વિવાહ મુહૂર્તને ઉત્તમ માનવામાં આવે છે. આ કારણથી જ ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે રાત્રિના સમયે થયા હતા. જેથી ભારતીય પંચાંગ અનુસાર જે દિવસે ફાગણ માસની ચતુર્દશી તિથિ મધ્ય રાત્રિ એટલે કે નિશીથ કાલમાં હોય છે તેને મહાશિવરાત્રિનો દિવસ માનવામાં આવે છે.
મહાશિવરાત્રીએ દુર્લભ યોગ બની રહ્યો છે
આ વખતે મહાશિવરાત્રિના દિવસે શ્રવણ નક્ષત્રના સાક્ષી સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત યોગ અને ત્રયોદશી પ્રદોષનો યોગ બને છે. 11 માર્ચની સવારે 9 -24 મિનિટે શિવ યોગ રહેશે. જે બાદ સિદ્ધ યોગ લાગશે. જે 12 માર્ચે સુવારે 8 -29 મિનિટ સુધી રહેશે. શિવ યોગમાં કરવામાં આવેલા તમામ મંત્ર શુભ ફળદાયી રહેશે. આ સાથે જ રાતે 9-45 મિનિટ સુધી ઘનિષ્ઠા નક્ષત્રમાં રહેશે. સિદ્ધ યોગને મંત્ર સાધના, જાપ, ધ્યાન માટે શુભ ફળદાયી માનવામાં આવે છે. આ યોગમાં કોઈ નવી વસ્તુ શીખવા માટે અને કામનો આરંભ કરવા માટે શ્રેષ્ઠ સમય બતાવવામાં આવ્યો છે. એવામાં સિદ્ધ યોગમાં મધ્યરાત્રે શિવજીના મંત્રનો જાપ કરવો વધુ ઉત્તમ છે.
મહાશિવરાત્રિના દિવસે આ પંચક બને છે
આ વખતે મહાશિવરાત્રીના દિવસે પંચક પણ લાગે છે. પંચક 11 માર્ચે સવાગે 9-21 મિનિટથી શરૂ થઈને 15 માર્ચે બપોર પછી 4-44 મિનિટ સુધી પંચક રહેશે. મહાશિવરાત્રી આ વખતે ગુરૂવારે છે. પંચક દરમિયાન લાકડીઓ એકઠી કરવી, ઘરની છત બનાવડાવવી અથવા દક્ષિણ દિશા તરફ યાત્રા કરવું શુભ માનવામાં આવતું નથી. આ તમામ કામો સિવાય અન્ય કામો કરી શકો છે. જેને શુભ માનવામાં આવે છે.
મહાશિવરાત્રી વ્રત પૂજા પદ્ધતિ
- માટી અથવા તાંબાના લોટામાં પાણી અથવા દૂધ ભરીને બીલીપત્ર, ધાતુરના ફૂલ, ચોખા વગેરેને શિવલિંગ પર ચઢાવવા.
- મહાશિવરાત્રીના દિવસે શિવપુરાણ અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવનો પંચકક્ષા મંત્રનો પાઠ કરવો જોઈએ.
- શાસ્ત્રો અનુસાર નિશીથ કાળ દરમિયાન મહાશિવરાત્રીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- જો કે, ભક્તો તેમની અનુકૂળતા મુજબ ભગવાન શિવની પૂજા પણ કરી શકે છે.
Reading your article helped me a lot and I agree with you. But I still have some doubts, can you clarify for me? I’ll keep an eye out for your answers.