ભોળાનાથને ભજવાનો દિવસ એટલે મહાશિવરાત્રી. ત્યારે મહાશિવરાત્રિ આગામી 11 માર્ચે આવી રહી છે. ત્યારે આ પર્વ પર 101 વર્ષ બાદ અદભૂત સંયોબ બની રહ્યો છે. મહાશિવરાત્રી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે ભોલેનાથના ભક્તો તેમની પૂજાથી ઇચ્છિત ફળ મેળવી શકે છે. જો કે, આ વર્ષે આ શિવનો તહેવાર વધુ વિશેષ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓ અનુસાર 101 વર્ષ પછી આ તહેવાર પર વિશેષ સંયોગ બનવા જઇ રહ્યો છે.
જ્યોતિષીઓ કહે છે કે મહાશિવરાત્રીના દિવસે શિવ યોગ, સિદ્ધિયોગ અને ઘનિષ્ઠ નક્ષત્રના સંયોગને કારણે તહેવારનું મહત્વ ઘણુંવધી ગયું છે. આ શુભ સંયોગોની વચ્ચે, મહાશિવરાત્રીની પૂજા અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી સાથે ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે શિવ યોગ, સિદ્ધી યોગ અને ઘનિષ્ઠ નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. મહાશિવરાત્રી પર 101 વર્ષ પછી આવો સંયોગ બનવા જઈ રહ્યો છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા.

ભોલેનાથના લગ્નમાં દેવ-દેવીઓ સાથે રાક્ષસો, કિન્નર, ગંધર્વ, ભૂત, પિશાચ પણ સામેલ થયા હતા. મહાશિવરાત્રિ પર, શિવલિંગને ગંગા જળ, દૂધ, ઘી, મધ અને ખાંડના મિશ્રણથી સ્નાન કરાવવામાં આવે છે. જ્યોતિષીઓ એમ પણ કહે છે કે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ શિવલિંગ વિશ્વના કલ્યાણ માટે પ્રગટ થયા હતા.
ત્રણ સંયોગોનું મુહૂર્ત
શિવ યોગ 11 માર્ચના રોજ સવારે 9:24 સુધી રહેશે. આ પછી, સિદ્ધ યોગ આવશે, જે 12 માર્ચના રોજ 8: 29 સુધી રહેશે. શિવયોગમાં કરવામાં આવતા તમામ મંત્રો શુભ છે. આ સાથે રાત્રે 9:45 સુધી ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે.
શુભ મુહૂર્ત
હાશિવરાત્રી પર નિશિથ કાળમાં પૂજા કરવાનું મુહૂર્ત 12 વાગ્યે 06 મિનિટથી 12 વાગીને 54 મિનિટ સુધી રહેશે. પૂજાની કુલ અવધિ લગભગ 48 મિનિટ ચાલશે. પારણ મુહૂર્ત 12 માર્ચ, સવારે 6 વાગીને 36 મિનિટથી બપોરે 03 થી 04 વાગ્યા સુધી રહેશે.
મહાશિવરાત્રીની પૂજા વિધિ
વહેલી સવારે ઉઠીને સ્નાન કરો. આ પછી, માટીના પાત્રમાં પાણી અથવા દૂધ ભરો અને તેના ઉપર બિલીપત્ર મુકો. ધતુરાના ફૂલો ચડાવો. ચોખા વગેરે નાંખો અને પછી શિવલિંગ પર અર્પણ કરો. જો તમે શિવ મંદિરમાં જઈ શકતા નથી તો તમે ઘરે માટીનું શિવલિંગ બનાવીને તેમની પૂજા કરી શકો છો. શિવપુરાણ વાંચો અને મહામૃત્યુંજય મંત્ર અથવા શિવનો પંચાક્ષર મંત્ર ॐ नमः शिवाय નો જાપ કરો. મહા શિવરાત્રીના દિવસે રાત્રે જાગરણનું વિધાન પણ જણાવવામાં આવ્યુ છે. આ પછી, શાસ્ત્રીય વિધી અનુસાર, નિતીથ કાળ દરમિયાન શિવરાત્રીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, ભક્તો રાતના ચાર પહેરમાં તેમની સુવિધા અનુસાર આ દિવસની પૂજા કરી શકે છે.