બધા પ્રકારના પાપોનો નાશ કરવા અને સમસ્ય સુખોની કામના માટે મહાશિવરાત્રી વ્રત કરવુ શ્રેષ્ઠ છે. સ્કંદ પુરાણ મુજબ મનુષ્ય જે કામનાથી આ વ્રતને કરે છે તે અવશ્ય પૂરી થઈ જાય છે. પુરૂષ વ્રત કરે તો તેને ધન, દૌલત, યશ અને કિર્તી પ્રાપ્ત થાય છે. જ્યારે મહિલાઓને સુખ, સૌભાગ્ય અને સંતાન પ્રાપ્ત કરે છે. કુંવારી કન્યાઓ સુંદર અને સુયોગ્ય પતિ મેળવવાની કામનાથી આ વ્રત કરે છે.
પંચાગ પ્રમાણે મહાશિવરાત્રીનો દિવસ ખુબજ ખાસ હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે. એમ તો શિવરાત્રી દર મહિને આવતી હોય છે જો કે ફાગણ મહિનાની ચૌદશે આવનારી મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મહાશિવરાત્રી શિવ અને શક્તિનાં મિલનની રાતનું પર્વ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત પૂજન કરવાથી તમામ પ્રકારના કષ્ટ દુર થાય છે. ત્યારે આ વખતે શિવરાત્રી આગામી 11 તારીખએ આવી રહી છે. ત્યારે ભગવાન શિવની પૂરી વિધિ સાથે પૂજા કરવી જોઈએ. આવો જોઈએ કેવી રીતે પૂજા કરવી જેથી તમામ મુશ્કેલીઓ દૂર થશે
આ રીતે કરો વિધિ
* શિવરાત્રી પર ગરીબ લોકોને ભોજન કરાવું. જેથી ઘરમાં ક્યારેય અન્ન ખુટશે નહી. આ સાથે જ પિતૃઓની આત્માને શાંતિ મળે છે.
* ત્રાંબાના લોટામાં પાણી લઈને તેમાં કાળા તલ નાખવા અને શિવલિંગ પર ચડાવવું. આ સાથેજ ઓમ નમ: શિવાય મંત્રનો જાય કરવો. જેથી શનિનો દોષ દૂર થાય છે.
* શિવરાત્રી પર ઘરમાં પરદ શિવલિંગ લઈને તેની પૂજા કરવી જેથી તમારી આવકમાં વધારો થશે.
* શિવરાત્રીના દિવસે લોટથી 11 શિવવિંગ બનાવી. 11 વખત જળાભિષેક કરવો. જેથી સંતાન સુખની પ્રાપ્તિ થશે.
* શિવલિંગ પર શુદ્ધ ઘી ચડાવવું. જે બાદ જળ ચડાવવું. જેથી સંતાન સંબંધી સમસ્યા દૂર થાય છે.
* શિવરાત્રી પર જળથી ભગવાન શિવ પર અભિષેક કરવો. ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો. સાંજે મંદિરમાં 11 ઘીના દીવા કરવા.
* જો કોઈ વ્યક્તિને લગ્નમાં બાધા આવતી હોય તો શિવલિંગ પર કેસર નાખેલું દુધ ચડાવવું. માતા પાર્વતીજીની પણ પૂજા કરવી.
* માછલીઓને લોટ ખવડાવવો. આ દરમિયાન ઓમ નમ:શિવાય મંત્રનો જાપ કરવો. જેથી ખરાબ સમય દુર થઈ જાય છે.
* 21 બિલોપત્રો પર ચંદનથી ઓમ નમ: શિવાય લખી શિવલિંગ પર ચડાવો. જેથી શિવજીની કૃપા તમારા પર બનેલી રહેશે.
* શિવજીના વાહન નંદી એટલે કે બળદને લીલો ઘાસચારો નાખવો. જેથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે અને મુશ્કેલીઓ દૂર થશે.