મહિલાઓ માટે નર્ક કરતા પણ વધુ ખરાબ છે આ અફઘાનિસ્તાન, તાલિબાને બનાવી રાખ્યા છે આ ખૌફનાક નિયમ
મહિલાઓ માટે નર્ક કરતા પણ વધુ ખરાબ છે આ અફઘાનિસ્તાન, તાલિબાને બનાવી રાખ્યા છે આ ખૌફનાક નિયમ

મહિલાઓ માટે નર્ક કરતા પણ વધુ ખરાબ છે આ અફઘાનિસ્તાન, તાલિબાને બનાવી રાખ્યા છે આ ખૌફનાક નિયમ

અફઘાનિસ્તાનનો 80 ટકા ભાગ તાલિબાનના કબ્જામાં આવી ચૂક્યો છે. જેની સાથે જ તાલિબાને આ દેશમાં કોહરામ મચાવવાનું શરૂ કરી દીધુ છે. અહિંયા મહિલાઓનું જીવન નર્ક કરતા પણ વધુ ખરાબ છે. અફઘાનિસ્તાનમાં રહેનાર મહિલાઓ માટે તાલિબાને અલગ જ કાનૂન બનાવીને રાખ્યો છે. જેનું પાલન દરેક મહિલાઓએ કરવું પડે છે. જે મહિલાઓ નિયમોનું પાલન ન કરે તેને ખુબ કડકમાં કડક સજા આપવામાં આવે છે.

આજે અમે આપને તાલિબાન દ્વારા મહિલાઓ માટે બનાવવામાં આવેલા નિયમો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ… જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો….

તાલિબાન દ્વારા મહિલાઓ માટે બનાવવામાં આવેલા નિયમ…

તમે હિલ્સ ન પહેરી શકો
તાલિબાને મહિલાઓને હાઈ હિલ્સ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તાલિબાનનું માનવું છે કે હિલ્સમાંથી નીકળતો અવાજ પુરૂષોને સંભળાઈ છે. જેથી તેનો રસ્તો તે ભટકી જાય છે.

ધીમા અવાજમાં જ બોલવાનું
અહિંયા મહિલાઓને ધીમા અવાજમાં જ વાત કરવાની અનુમતિ છે. તાલિબાનનું માનવું છે કે મહિલાઓને માત્ર ધીમા અવાજમાં જ બોલવુ જોઈએ. મહિલાઓનો અવાજ અજાણ્યા પુરૂષોને સંભળાવવું જોઈએ નહીં.

બારી કે બાલકનીમાંથી ડોકુ ન કાઢવુ
છોકરીએ કે મહિલાઓને બુરખો પહેર્યા વગર બહાર નીકળવાની અનુમતી નથી. મહિલાઓ બાલકની કે છત પર પણ જવાની મનાઈ છે. તાલિબાન વિસ્તારમાં મહિલાઓના ઘરની બારી બંધ જ રહે છે. જેથી પુરૂષોની નજર મહિલા ઓ પર ન પડે.

મહિલાઓ એકલી બહાર ન નીકળી શકે
તાલિબાન વિસ્તારમાં મહિલાઓ પોતાના ઘરની બહાર એકલી જઈ શકે નહીં. જો મહિલા ઘરમાંથી એકલી બહાર નીકળે તો તેને કોરડા દ્વારા માર મારવામાં આવે છએ.

શરીરનો કોઈ ભાગ દેખાવો જોઈએ નહી
જો કોઈ મહિલાનો શરીરનો ભાગ અન્ય પુરૂષને જોવા મળે તો તે મહિલાને દંડ આપવામાં આવે છે. છોકરીઓને કોઈ અજાણ્યા છોકરા સાથે વાત કરવાની મનાઈ છે. જો કોઈ છોકરી કોઈ છોકરા સાથે વાત કરે તો તેને ખુલ્લા બજારમાં પીટાઈ કરવામાં આવે છે.

બની રહ્યો છે વધુ એક નિયમ
મળતી માહિતી અનુસાર તાલિબાને કથિત રીતે 15થી 45 વર્ષની એકલી મહિલાઓ અને વિધવાઓની સૂચી બનાવવાનું શરૂ કર્યું છે. જેથી તેના લગ્ન તાલિબાની છોકરા સાથે કરવામાં આવી શકે. તાલિબાન કલ્ચર કમીશને એક ચિઠ્ઠી જાહેર કરીને પોતાના ક્ષેત્રમાં મુસ્લિમ ધર્માધિકારીઓનો સંપર્ક કર્યો છે. એક રિપોર્ટ અનુસાર તાલિબાન ઈચ્છે કે કે 15થી 45 વર્ષની વચ્ચેની મહિલાઓના લગ્ન તલાબિન છોકરાઓ સાથે કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.