edit
ખરેખર, હેવાનિયતની કોઈ હદ નથી હોતી. જી હા…આજે અમે એવી ઘટના વિશે જણાવવાના છે. જે વાંચીને તમને પણ લાગશે કે, આ માણસ જંગલી પ્રાણી કરતાં પણ ઉતરતો છે. કારણે આ ઘટનાના આરોપીને હેવાનિયતની તમામ હદ પાર કરી દીધી છે. તેને એક મહિલાને એવી દર્દનાક મોત આપી છે, જેના વિશે તમે સપનામાંય નહીં વિચાર્યું હોય. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…
યુએસના ઓક્લાહોમા શહેરમાં એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક યુવકે પડોશી મહિલાની નિર્દયતાથી હત્યા કરી હતી. એટલું જ નહીં તેણે તેનું હૃદય બહાર કાઢ્યું અને તેને બટાકાની સાથે રાંધ્યું હતું, પછી અન્ય ભોગ બનેલા લોકોને પણ ખાવા માટે પીરસ્યું હતું. બાદ જે લોકોએ પણ તે કાળજુ ખાધુ હતું. તે બધાની હત્યા કરી હતી. આ ઘટના સાંભળનારા લોકોને આ ઘટના કદાચ કાલ્પનિક લાગતી હશે, પણ આ એક વાસ્તવિક ઘટના છે. જેના વિશે વિચારી જ હ્દય કંપી ઉઠે છે. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
શું છે આખો મામલો
આ ઘટનાને અંજામ આપનાર યુવકની ઓળખ લોરેન્સ પોલ એન્ડરસન તરીકે થઈ છે. લોરેન્સ તેની પાડોશી મહિલાની હત્યા કરે છે અને તેનું હૃદય બહાર કાઢે છે. ત્યારબાદ તે આ મહિલાનું કાળજુ લઈને તેના કાકાના ઘરે જાય છે.
તેણે કાકાના ઘરે બટાટાથી હૃદય રાંધ્યું હતું. રસોઈ કર્યા પછી, તેણે જમવા માટે કાકા અને કાકીને હૃદય અને બટાટાનું શાક પીરસ્યું હતું. ત્યારબાદ લોરેન્સે તેના કાકા અને તેની ચાર વર્ષની પૌત્રીની હત્યા કરી હતી. કાકી પર હુમલો કરી ઘાયલ કરી કર્યો હતો.
પોલીસના જણાવ્યાનુસાર, ચિકાશાની ગ્રેડી કાઉન્ટી કોર્ટમાં આ હ્દયદ્રાવક ઘટનાની સુનાવણી થઈ હતી. તે પછી, લોકોને આ સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. કોર્ટમાં પોલીસે રજૂ કરેલા વૉરંટમાં એવું લખ્યું હતું કે, લોરેન્સ પડોશી મહિલાનું હૃદય કાઢીને બટાટાથી રાંધ્યુ હતું. પછી તે તેના સંબંધીઓને તે ખાવા માટે આપ્યું હતું. જેથી તે પોતાની અંદર રહેલા રાક્ષસને બહાર કાઢી શકે.
આરોપી થોડા દિવસો પહેલા જ જેલની બહાર આવ્યો હતો
આ ઘટનાને 9 ફેબ્રુઆરીએ અંજામ અપાયો હતો. આરોપી એક અઠવાડિયા પહેલા જનરલ કમ્યૂટેશન પર બહાર આવ્યો હતો. તેમને ઓક્લાહોમાના રાજ્યપાલ, કેવિન સ્ટિટ દ્વારા જેલમાંથી બહાર આવવાની મંજૂરી આપવામાં આવી હતી. બહાર આવતાની સાથે જ તેણે આ મોટી ઘટનાને અંજામ આપી હતી.
માહિતી અનુસાર પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, ડ્રગના કેસમાં લોરેન્સ પોલ એન્ડરસનને 2017 માં 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. તેણે કોર્ટમાં પોતાના તમામ ગુના કબૂલ કર્યા છે. કોર્ટે તેને ફરીથી જેલમાં મોકલી આપ્યો છે.