ગજરૌલા થાના ક્ષેત્ર સૈદનગલી થાનાની પીઆરવી ટીમમાં તૈનાત સિપાહી મનોજ કુમારે ગજરૌલા થાનામાં તૈનાત મહિલા ઓફીસર મેઘા ચૌધરીની છાતી પર ગોળી મારી દીધી. પછી પોતાની જાતને પણ ગોળી મારીને આત્મહત્યા કવાનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા તે બંને ઓફીસરને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં તે બંનેની ઓફીસરોની મોત થઈ હતી.

મીડિયા રિપોર્ટસ અનુસાર, તે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું. ડાયલ 112માં તૈનાત સિપાહી મનોજ કુમારનો સિપાહી મેઘા સાથે છેલ્લા કેટલાંક સમયથી પ્રેમ સંબંધ હતો. બંને અલગ-અલગ જગ્યાએ પોલીસની ફરજ નિભાવતા હતા અને બંને અવંતિકા નગરમાં ભાડાના મકાનમાં સાથે રહેતા હતાં.

મળતી માહિતી પ્રમાણે, એક દિવસે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. જેને લઈને સિપાહી મનોજે યુવતીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેને પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ બંનેને હાયર સેન્ટર રેફર લઈ ગયા હતાં. જ્યાં આજે મહિલા સિપાહીની સારવાર દરમિયાન મોત થઈ હતી.પોલીસે ઘટનામાં ઉપયોગ લેવાયી બંદુકને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. થોડા સમય બાદ અમરોહાએ એસપી સુનીતિ પણ મહિલા સિપાહીની રૂમ પર પહોંચી હતી. હાલ, પણ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. જો કે, હજું સુધી હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.