દુનિયામાં એવી ઘણી અજીબોગરીબ ઘટના બનતી હોય છે કે જેને જોઈને આપણે તો શું વૈજ્ઞાનિકો પણ ચોંકી જાય છે. હાલ એવા ઘટના સામે આવી છે કે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે અને હાલ તે વિષય સોશિયલ મીડિયામાં ચર્ચનો વિષય છે. ઘટના એવી બની છે કે જ્યાં માછલીએ એક કચબાના બચ્ચાને જન્મ આપ્યો છે. આવું કેવી રીતે બન્યું તે તપાસનો વિષય છે.
સોશિયલ મીડિયામાં તસવીર વાઈલ
ઘટના બની છે અમેરિકાના ફ્લોરિડામાંથી. જ્યાં એક માછલીએ કાચબાના બચ્ચાને જન્મ આપ્યો હતો. હવે વૈજ્ઞાનિકો પણ આ ઘટનાને લઈને ચોંકી ગઈ છે કે આખરે માછલીએ કેવી રીતે કાચબાના બચ્ચાને જન્મ આપ્યો હશે. જેની તસવીર પણ સામે આવી છે. જેને લઈને લોકોના હોશ ઉડી ગયા છે.

માછલી પર રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું.
અમેરિકાના ફ્લોરિડાની બાયોલોજિસ્ટ લેબમાંથી ઘટના સામે આવી છે. જ્યાં એક માછલી પર રિસર્ચ દરમિયાન વૈજ્ઞાનિકોએ એવી વસ્તુ જોઈ કે તેના પર વિશ્વાસ કરવો અઘરો બની ગયો હતો. ફ્લોરિડાના FWC Fish and Wildlife Research Instituteમાં માછલી પર ઉપર એક શોધ કરવામાં આવી રહી હતી. આ શોધ દરમિયાન રિસર્ચમાં એક માછલીની તપાસ કરવામાં આવી રહી હતી.
માછલીના પેટમાં જોવા મળી હલનચલન?
રિસર્ચમાં જોવા મળ્યું હતું કે માછલીનું પેટ કંઈક અલગ જોવા મળી રહ્યું હતું. જે દરમિયાન માછલીના પેટમાં અચાનક હલનચલન જોવા મળ્યું હતું. જેથી તેને માછલીનું ટિશ્યુ સેમ્પલ લીધું હતું. સેમ્પલ લીધા બાદ પેટમાં વધુ હલન ચલન જોવા મળતાં વૈજ્ઞાનિકોએ માછલીનું પેટને ચીરી નાખ્યું હતું.

માછલીના પેટમાંથી શું નીકળ્યું?
જે બાદ જે જોવા મળ્યું હતું તે જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકીગયા હતા. વૈજ્ઞાનિકોને માછલીના પેટમાંથી કાચબાનું બચ્ચું જોવા મળ્યું હતું. માછલીના પેટમાં રહેલો કાચબો જીવતો હતો. વૈજ્ઞાનિકો પણ હેરાન રહી ગયા હતા કે આખરે માછલીના પેટમાં કાચબાનું બચ્ચુ કેવી રીતે?
ટીમ તપાસમાં લાગી
વૈજ્ઞાનિકોએ ખુબ સાવધાની સાથે કાચબાના બચ્ચાને બહાર કાઢીને પાણીમાં નાખી દીધું હતું. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આખરે માછલીએ કેવી રીતે કાચબાના બચ્ચાને જન્મ આપ્યો. હાલ તો આ તપાસનો વિષય બન્યો 0છે અને ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.