
આખું વર્ષ શ્રદ્ધાળુઓ કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન માં મોગલનાં ચરણોમાં તેમના દર્શન કરવા માટે આવે છે. માતાજીનાં આશીર્વાદ મેળવીને ભક્તો ધન્યતા મહેસુસ કરે છે. મોગલ ધામમાં માતાજીનું આસન ગ્રહણ કરવા વાળા મણીધર બાપુ એવું કહીને ભક્તોના દુઃખ દુર કરે છે કે માતાજી એ તમારી માનતા પુરી કરી લીધી છે અને તેની સાથે જ ભક્તોના જીવનમાં ભરપુર આનંદ આવી જાય છે. જો તમને પણ માં મોગલ માં અતુટ શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં “જય મોગલ માં” અવશ્ય લખજો તમને માં મોગલનાં આશીર્વાદ પ્રાપ્ત થશે.
ભક્તોનાં જીવનમાં જ્યારે પણ દુઃખ-દર્દ આવે છે તો તેઓ માં મોગલ ને અચુક યાદ કરતા હોય છે. માં મોગલ ઉપર વિશ્વાસ રાખીને લોકો શ્રદ્ધાભાવ થી તેમની માનતા પણ રાખતા હોય છે અને જ્યારે તેમની મનોકામના પુર્ણ થાય છે તો તેઓ માં મોગલનાં દરબારમાં માનતા પુર્ણ કરવા માટે પહોંચે છે. આવા અનેક કિસ્સાઓ આપણને ઘણી વખત સાંભળવા મળતા હોય છે. આજે અમે પણ તમને માં મોગલનાં આવા જ એક ચમત્કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
માં મોગલ માં અનેક ભક્તોને અતુટ શ્રદ્ધા રહેલી છે. કચ્છનાં કબરાઉ માં બિરાજમાન માં મોગલ ભક્તોના દુઃખ દુર કરે છે અને તેમની બધી જ મનોકામનાઓ પુરી કરે છે. ખાસ વાત એ છે કે માતાજીનાં ચરણોમાં આવેલ ભક્તો ક્યારેય પણ ખાલી હાથે પરત ફરતા નથી.

ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે માતાજી પાસે દોડીને આવે છે. માં મોગલ ધામમાં આવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે, જેમાં માતાજીએ ભક્તો ઉપર આવેલી મોટામાં મોટી પરેશાનીને પણ ચપટી વગાડતા દુર કરી દીધી હોય. તો ચાલો તમને આવા જ એક પરચા વિશે જણાવીએ.
ગાંધીનગરની રહેવાસી એક વૃદ્ધ મહિલા નું નામ નંદુ છે. તે પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામ પહોંચેલી હતી. તેમના જણાવ્યા અનુસાર તેમણે પોતાની ચેઇન વર્ષો પહેલા ગીરવી રાખેલી હતી, પરંતુ પોતાની પરિસ્થિતિ નબળી હોવાને લીધે તે પોતાની ગીરવી મુકેલી ચેઇન છોડાવી શકે તેમ ન હતી. તેમને માં મોગલ ઉપર અતુટ વિશ્વાસ હતો અને તેમણે માં મોગલને પ્રાર્થના કરી કે મને મારી સોનાની ચેઇન પરત અપાવી દો.
માં મોગલ ઉપર અતુટ શ્રદ્ધા હોવાને લીધે થોડા સમયમાં જ તેમને ચમત્કાર જોવા મળ્યો હતો અને અચાનકથી જેમની પાસે તેમણે ચેઇન ગીરવી મુકેલી હતી તે વ્યક્તિ તેમને ચેઇન પરત આપીને ગયો હતો. તે વૃદ્ધ મહિલા ને પણ વિશ્વાસ ન થઈ રહ્યો હતો કે જે ચેઇન તેને વર્ષોથી ગીરવે મુકેલી હતી, તે આજે તેને અચાનકથી પરત મળી ગઈ છે અને તેને માં મોગલ નો ચમત્કાર જોવા મળ્યો હતો.
ત્યારે આ મહિલાએ પોતાની માનતા પુરી કરવા માટે માં મોગલ નાં ચરણોમાં ૨૧૦૦ રૂપિયા માનતા નાં અર્પિત કર્યા હતા. પરંતુ મણિધર બાપુએ તેમને ૨૧૦૦ રૂપિયા પરત આપીને કહ્યું હતું કે, “માતાજી એ તમારી માનતા સ્વીકાર કરી લીધી છે અને આ તમારા વિશ્વાસનું ફળ છે.”
જો તમને પણ માં મોગલ માં અતુટ શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં “જય મોગલ માં” અવશ્ય લખજો તમને માં મોગલનાં આશીર્વાદ પ્રાપ્ત થશે.