એક લાપરવાહીના કારણે આજે એક પરિવાર 2-2 માસૂમ બાળકોને ખોય બેઠો છે. ખુલ્લા ટાંકામાં પડી જવાના કારણે શનિવારે 2 સગા ભાઈના મોત થયા છે. જણાવી દયે કે આ બંને માસૂમ બાળકોના મોત માતાની નજર સામે જ થયા છે. માતા પાસે રમી રહેલા બે બાળકો ખુલ્લા ટાંકામાં પડી જતા મોતને ભેટ્યા છે. જો કે બંને બાળકોને બચાવવા માટે માતા પણ પાણીમાં કુદી ગઈ હતી. પરંતુ તે પોતાના બાળકોને બચાવી શકી ન હતી. આ ઘટના બની છે રાજસ્થાનના બીકાનેરની આરકેપુરમ કોલોનીમાં.
માતા તેના નણંદના ઘરે ગઈ હતી
મળતી માહિતી પ્રમાણે આરકેપુરમમાં રહેતા બેબીબેનના પતિ કોઈ કામથી પુણે ગયા હતા. આ દરમિયાન બેબી રાત્રીના સમયે તેના બન્ને બાળકો રોનક (5 વર્ષ) અને દેવકિશન (3 વર્ષ)ને લઈ તેની નણંદના ઘરે ઉંઘવા જતી હતી. નણંદનું ઘર તેના ઘરથી અંદાજે 300 મીટર દૂર હતું.

બંને બાળકો રમી રહ્યાં હતા
બીજા દિવસે સવારે નણંદ ઘરની બહાર બેઠી હતી. ત્યારે બેબીનના બન્ને બાળકો રમી રહ્યાં હતાં. પણ બાજુમાં રહેલી ટાંકીનું ઢાકણું ખુલ્લું હતું. બાળકો રમતા-રમતા ટાંકી પાસે આવી ગયા હતા અને અચાનક દેવકિશન અને ત્યારબાદ રોનક ટાંકીમાં પડી ગયા હતા.
ટાંકી 10 ફૂટ ઉંડી હતી
બંને બાળકો ટાંકીમાં પડી ગયા હોવાનો અવાજ સાંભળતા પાસે બેસેલી માતા પણ બુમો પાડીને ટાંકીમાં કુદી ગઈ હતી. ટાંકીનું ઢાકણું ખૂબ જ નાનું હતું અને ટાંકી આશરે 10 ફૂટથી વધારે ઉંડી હતી. તેણે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો હતો. તેમ છતાં માતા તેના બાળકોને બચાવી શકી નહીં. આ સંજોગોમાં બન્ને બાળકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
આમ બંને બાળકોના મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. પોલીસે સમગ્ર મામલે નિવેદન નોંધીને બંને બાળકોના મૃતદેહનો કબ્જો લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
I have read your article carefully and I agree with you very much. So, do you allow me to do this? I want to share your article link to my website: gateio