માવઠાની આગાહી… 21 નવેમ્બર સુધી આ વિસ્તારમાં માવઠાના એંધાણ, શિયાળુ પાક બગડવાની ખેડૂતોને ચિંતા
માવઠાની આગાહી… 21 નવેમ્બર સુધી આ વિસ્તારમાં માવઠાના એંધાણ, શિયાળુ પાક બગડવાની ખેડૂતોને ચિંતા

માવઠાની આગાહી… 21 નવેમ્બર સુધી આ વિસ્તારમાં માવઠાના એંધાણ, શિયાળુ પાક બગડવાની ખેડૂતોને ચિંતા

ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. દેષમાં ઉત્તરીય ભાગમાં થઈ રહેલી હિમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 4 દિવસ સુધી ભારે પવન ફુંકાશે. આ સાથે જ આવતીકાલથી 21 તારીખ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.

આ વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરેબિયન સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેના પગલે ભેજવાળા પવન ગુજરાત તરફ આવતા હાલમાં ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવન સાથે ટકરાવાની સાથે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

વહેલી સવારથી જ ઠંડા પવન ફુંકાઈ રહ્યાં છે. જેથી લઘુતમ તાપમાનનો પારો નીચો આવી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જો કે શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવવા મળે છે.

વાદળછાયા વાતાવરણને પગલે દિવસ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે જો કે રાતના સમયમાં તાપમાનમાં વધુ ફેરફારની શક્યતા નહીંવત છે.