અઠવાડિયામાં શનિવારના કારક દેવ શનિદેવને માનવામાં આવે છે. જ્યારે મા કાળીને શનિ ગ્રહને સંચાલન કરનાર દેવી માનવામાં આવે છે. એવામાં મા કાળીની પૂજા માટે શનિવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે. જાણકારો અનુસાર મા કાળીને પ્રસન્ન કરવા માટે તાંત્રિક ગ્રંથોમાં અનેક મંત્રો બતાવવામાં આવ્યાં છે. પણ તેમાંથી એક ગુપ્ત મંત્ર છે. જે દરેક લોકોને આપવામાં આવતો નથી. આ મંત્ર માટે માત્ર યોગ્ય અને સમર્થ શિષ્યોને જ ગુરૂ દ્વારા આપવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ મંત્રનો ઉપયોગ રાતથી શરૂ કરીને સવાર સુધી કરવામાં આવે તો તે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે. પંડિતના જણાવ્યા અનુસાર ભગવાન શંકર જેટલી ઝડપી પ્રસન્ન થાય છે. એટલા જ ઝડપથી નારાજ પણ થઈ જાય છે. અને ત્રીજી આંખ ખોલીને સર્વનાશ પણ કરી નાખે છે. એવું પણ માનવામાં આવે છે કે મા ભગવતી કાળી જ શિવની પ્રેરણા અને ઉર્જા છે. જે આ સંપૂર્ણ બ્રમ્હાડનું સંચાલન કરે છે. તેની આંખના પલકારા માત્રથી દુનિયામાં ઉથલ પાથલ મચી જાય છે.
મા કાળીને પ્રસન્ન કરનાર મંત્ર
તાંત્રિક ગ્રંથોમાં મા ભગવતી કાળીને પ્રસન્ન કરવા માટે ઘણા ગુપ્ત મંત્ર બતાવવામાં આવ્યાં છે. આ મંત્રના સંબંધમાં કહેવામાં આવે છે કે આ મંત્ર દરેકને આપવામાં આવતો નથી. આ મંત્ર માટે માત્ર યોગ્ય અને સમર્થ શિષ્યોને જ ગુરૂ દ્વારા આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મંત્રના પ્રયોગમાં મા કાળીના એક હજાર નામોનું ઉચ્ચારણ કરીને આહ્વાન કરવામાં આવે છે. માન્યતા મુજબ આ રીતે આહ્વાન કર્યા બાદ માં ભગવતી પ્રસન્ન થઈને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. મા કાળીના આ મંત્રને સહસ્ત્રનામ પણ કહેવામાં આવે છે.સૌથી ખાસ વાત એ છે કે આ મંત્રનો પ્રયોગ માત્ર રાતે જ કરવામાં આવવો જોઈએ. જો સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે તો તેની અસર રાતોરાત જોવા મળે છે.
રાતના સમયે આ રીતે કરો કાળી સહસ્ત્રનામનો પ્રયોગ
આ પ્રયોગ કરતા સમયે રાતે સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. જે બાદ લાલ રંગના કપડાં પર મહાકાળીનું ચિત્ર સ્થાપિત કરો. આ સમયે તમારે પણ લાલ આસન ગ્રહણ કરવાનું છે. હાથમાં કોઈ પણ લાલ રંગનું ફુલ લઈને તમારી મનોકામના કરો, જે બાદ માતાના ચરણમાં અર્પણ કરો. રૂદ્રાશ માળાથી “ઓમ ક્રીં કાલિકે સ્વાહા ઓમ’ મંત્રનો જાપ કરો આ જાપ સહસ્ત્રનામ પાઠની પહેલા અને અંતમાં કરવો.
સાધનાનો મુખ્ય રીતે શનિવારથી જ આરંભ કરવો
માનવામાં આવે છે કે એવું કરવાથી ઝડપથી સફળતા મળે છે. આ સાધનાનો મુખ્ય રીતે શનિવારથી જ આરંભ કરવામાં આવે છે. કોઈ કારણસર તમે આ સાધના શનિવારે ન કરી શકો તો તમે મંગળવારથી પણ શરૂ કરી શકો છો.
Gate io 今すぐ登録して、初心者向けギフト パッケージを手に入れましょう. 登録に成功して $5,500 を手に入れましょう. 新しいユーザーを招待して特典を受け取りましょう. 友達と共有しましょう 40% の報酬と手数料の割引. 最初の入金で $30 の報酬を獲得. 最初の入金で $30 の報酬を獲得: