કહેવાય છે કે, માતા બનવાની અનુભૂતિને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. જ્યારે બાળક તમારા ગર્ભમાં 9 મહિના દરમિયાન ધીમે-ધીમે મોટું થાય છે અને જ્યારે તમે તેને પહેલીવાર પોતાના બાળકને પહેલી હાથમાં લો છો, ત્યારે એક અલગ જ અનુભવ થાય છે. જેને વ્યક્ત કરવું અઘરું છે. મહિલાઓ હંમેશા ફરિયાદ રહે છે કે, તેમના ભાગ્યમાં બધી પીડા લખી છે. જેમ કે પિરાઇડ્સનું આવવું અને બાળકને જન્મ આપવો.વગેરે. પરંતુ શું તમે જાણો છો કે માતા બનવાના કેટલાક અદ્ભુત ફાયદા છે જેના ફાયદા ફક્ત મહિલાઓના જ નસીબમાં છે, જ્યારે પુરુષો આ લાભથી વંચિત રહે છે.
- બાળકની દરેક નાનીમાં નાની વાત માતા ચહેરા પર ખુશી લાવી દે છે. કહેવું ખોટું નથી કે, બાળકના જન્મ બાદ મા દુનિયા બાળકની જ આજુબાજુ ફરે છે. કારણ કે, મા તેના બાળકની સૌથી નજીક છે. તે સૌથી વધુ સમય પોતાના બાળકની સાથે વિતાવે છે. એટલે બાળક સાથે જોડાયેલી બધી વાતો તેની પ્રિય છે. બાળકની ખુશી, પહેલો શબ્દ, પહેલું પગલું, આ બધી વસ્તુ માતાના ચહેરા ખુશી લાવે છે.
- બાળક ગર્ભાશયમાં હોવાને કારણે, માતા પોતાના સ્વાસ્થ્યની સંભાળ તેના પોતાના પર લેવાનું શરૂ કરે છે. તે જંક ફૂડ અથવા ફાસ્ટ ફૂડ પીવા અને ધૂમ્રપાન કરીને બાળકની રોગપ્રતિકારક શક્તિને અસર કરવા માંગતી નથી. તેણી પોતાના બાળકને સ્વસ્થ ખવડાવવાની પ્રક્રિયામાં સ્વસ્થ આહારનું પાલન પણ કરે છે. આ રીતે તે અને તેનું બાળક બંને સ્વસ્થ રહે છે.
- એક માતા તેના બાળકની પ્રથમ શિક્ષક છે. તેણી પોતાના બાળકને નવી વસ્તુઓ શીખવે. જેમ કે સમયસર સૂવું, સમયસર ઉઠવું, સમયસર ખાવું. એક રીતે, માતાનું પણ સમય સંચાલનમાં સુધારો થાય છે.
- માતા બન્યા પછી, તમારી વર્તણૂકમાં દયા, સમજ અને કરુણા આવે છે. તમે પહેલા કરતા વધારે ભાવુક થઈ જાવ છો. બાળકો તેમજ અન્ય લોકો સાથે સારી રીતે વર્તો છે. એવું કહી શકાય કે, બાળકને સારા વ્યક્તિની બનાવવાની સાથે-સાથે તમે પણ સારા વ્યક્તિ બનો છો
5.બાળક પાસે હોવાથી તમને ઉદાસીનતા અને તણાવ જેવી વસ્તુઓથી દૂર રાખે છે. બાળક પોતાના તોફાન, મસ્તી, વાતો અને રમતથી હંમેશા ખુશ રાશે છે. આખો દિવસે તમે તેની સાથે વ્યસ્ત રહો છે. જે તમને ચિંતાથી દૂર રાખે છે. કારણ કે, તમને આ બધી વાતો વિચારવાનો સમય જ મળતો નથી.
6.બાળક પોતાની માને સૌથી વધુ પ્રેમ કરે છે. એટલે એક માને ખાશ હોવાનો અનુભવ કરાવે છે. મા પોતાનું આખું જીવને બાળક પાછળ ખર્ચી નાખે છે.
- બાળક નજીક હોય તો પણ માતા ક્યારેય એકલતા અનુભવતી નથી. જ્યારે પતિ નોકરી પર જાય તો પણ માતા આખો દિવસ બાળક સાથે વ્યસ્ત રહે છે.