આપણા ભારત દેશમાં ઘણા મંદિર ચમત્કારી અને રહસ્યમય મંદિરો આવેલા છે. આ મંદિરો આપણા દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખુબ પ્રખ્યાત છે. આ મંદિરો વિશે એવું કહેવામાં આવે છે કે અહીંયા પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે અત્યારે ઉત્તરપ્રેદશના મેરેઠ જિલ્લાનું એક શિવ મંદિર ઘણું ચર્ચામાં આવ્યું છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. સોશિયલ મીડિયામાં એક શિવલિંગની તસવીર વાઈરલ થઈ છે.
દિલ્હી અને લખનઉથી આવી પુરાતત્વ વિભાગની ટીમ
વાઈરલ થયેલી શિવલિંગની તસવીર પર કંઈક લખેલું જોવા મળ્યું છે. મળતી માહિતી મુજબ શિવલિંગ 1500 વર્ષથી વધુ જુનું છે. આ શિવલિંગ વિશેની હકિકત જાણવા માટે દિલ્હી અને લખનઉની પુરાતત્વ વિભાગની ટીમ પહોંચી હતી. તપાસ માટે આવેલી ટીમ પણ શિવલિંગ જોઈને થોડીવાર માટે તો હેરાન રહી ગઈ હતી.
જાણો શિવલિંગ ક્યાં કાલખંડનું છે?
ઉત્તરપ્રદેશના ખાનીખુર્દ ક્ષેત્રના રસૂલપુર ઘૌલડી ગામમાં એક શિવમંદિર અત્યારે ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. દિલ્હી અને લખનઉની પુરાતત્વ વિભાગની ટીમે આ શિવલિંગ પર લખવામાં આવેલી લિપી અંગે તપાસમાં લાગી હતી. તેઓ એ જાણવા માંગતા હતા કે આ શિવલિંગ ક્યા કાલખંડની હતી. તપાસ માટે પહોંચેલી ટીમે કેમિકલ દ્વારા શિવલિંગની સફાઈ કર્યા બાદ તેના પર અંકિત થયેલી લીપીની કોપી એક કાગળ પર લીધી હતી.
આ શિવલિંગ ખુબ પ્રાચીન છે
ટીમે હજુ સુધી કંઈ કહ્યું નથી પરંતુ મેરઠના ASIના અધીક્ષણ પુરાતત્વવિદ ડોક્ટર દિબિષદ બી ગણનાયકે જણાવ્યું હતું. રિસર્ચ બાદ એટલુ જ કહી શકાય કે આ ક્યા કાળનું છે. પણ એટલું તો નક્કી છે કે તે ખુબ પ્રાચિન છે. આ અંગે જાણકારી મેળવવા માટે ટીમ તપાસ કરી રહી છે. તેમનું કહેવું છે કે એપિગ્રાફી શિલાલેખોનો એક સંગ્રહ છે.
1500 વર્ષ જુનુ છે આ મંદિર
આ લિપિના અધ્યન કરવા માટે એક વિશેષ ટીમ હોય છે. તે આ લિપીનું અધ્યન કરી શકશે અને બતાવી શકશે કે લિપિ ક્યા કાળની છે. તેમને કહ્યું કે પહેલી નજરમાં એવુ અનુમાન લગાવી શકાઈ કે તે 1500 વર્ષથી પણ વધારે જુનુ છે.
નાના નાના અક્ષરોમાં આવુ લખાયું છે
અધીક્ષણ પુરાતત્વવિદનું કહેવું છે કે ઘણી વખત જુના શિવલિંગ મળે છે. જેના પર ઓમ નમ શિવાય લખેલું જોવા મળે છે. પણ આવું પહેલીવાર થયું છે કે શિવલિંગ પર નાના નાના અક્ષરોથી કંઈક લખવામાં આવ્યું છે. હવે એ વાતની જીજ્ઞાશા છે કે આખરે આ શિવલિંગ પર શું લખવામાં આવ્યું છે અને તેનું રહસ્ય શું છે.