મોક્ષના માર્ગે જવા 105 વર્ષના સાધુએ 7 ફૂટના ખાડામાં લીધી સમાધિ, લોકોએ વહેચી મીઠાઈ પરંતુ બન્યું એવું કે…
મોક્ષના માર્ગે જવા 105 વર્ષના સાધુએ 7 ફૂટના ખાડામાં લીધી સમાધિ, લોકોએ વહેચી મીઠાઈ પરંતુ બન્યું એવું કે…

મોક્ષના માર્ગે જવા 105 વર્ષના સાધુએ 7 ફૂટના ખાડામાં લીધી સમાધિ, લોકોએ વહેચી મીઠાઈ પરંતુ બન્યું એવું કે…

આપણાં દેશમાં શ્રદ્ધાના નામે લોકોની અંધશ્રદ્ધા અને આંધળી ભક્તિ ઘણી જગ્યાએ જોવા મળે છે. અંધશ્રદ્ધામાં તે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. આવો જ એક અંધશ્રદ્ધા સાથે જોડાયેલો મામલો મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ સાધુ મોક્ષની ઈચ્છામાં સમાધિ લેવાના હતા, જોકે હવે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.

આ મામલો મોરેના જિલ્લાના કૈથોદા પંચાયતના તુસીપુરા ગામનો છે. બાબા દુર્ગાદાસ આશ્રમના હનુમાનજી અને માતા કાળી મંદિરમાં પૂજા પાઠ કરતા રામ સિંહ ઉર્ફે પપ્પડ બાબા છે જેઓ સમાધિ લેવા જઈ રહ્યાં હતાં. કહેવાય છે કે તેની ઉંમર 105 વર્ષ છે અને તે ખાડામાં પડીને સમાધિ લેવા જઇ રહ્યા હતા, જોકે તે આ કામમાં સફળ થઇ ન શક્યા અને અંતે પોલીસને આ મામલે દખલગીરી કરવી પડી હતી.

બાબા તેમના પરિવાર સાથે ગામમાં રહે છે. થોડા દિવસો પહેલા બાબાએ એક સપનું જોયું હતું કે જો તેઓ મોક્ષ મેળવવા માંગતા હોય તો તેમણે સમાધિ લેવી જોઈએ. બાબાએ મુક્તિ મેળવવાની ઈચ્છામાં સમાધિ લેવાનું યોગ્ય માન્યું. સમાધિની તૈયારીઓ થઈ ચૂકી હતી અને બાબાએ ખાડામાં સમાધિ લઈ લીધી હતી, પણ ત્યારે જ પોલીસને માહિતી મળી તો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગેવાની લીધી અને બાબાને આવું ન કરવા વિનંતી કરી.

રામસિંહ બાબા ઉર્ફે પપ્પડ બાબાએ સમાધિ માટે નવરાત્રીનો પ્રથમ દિવસ પસંદ કર્યો અને સમાધિ માટે લગભગ 7 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો. આ અંગે નજીકના ગામના લોકોમાં સમાચાર ફેલાયા કે બાબા સમાધિ લઈ રહ્યા છે, તેથી મોટી સંખ્યામાં લોકો તેમના દર્શન માટે પહોંચ્યા. આ દરમિયાન લોકોએ બાબાને પ્રસાદ વગેરે અર્પણ કર્યો અને મીઠાઈઓ પણ વહેંચી. આ સાથે, ઘણા લોકોએ રૂપિયા પણ ચડાવ્યાં હતાં.

સમાધિ લેવાનો સમય બપોરે બેથી પાંચ વાગ્યાની વચ્ચે નક્કી કરવામાં આવ્યો હતો અને નક્કી સમયની વચ્ચે બાબા ખાડામાં ઉતરી ગયા હતા. દરમિયાન સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની પોલીસ તુસીપુરા ગામ પહોંચી હતી. પોલીસે બાબાને ભૂ-સમાધિ ન લેવાનું કહ્યું અને બાબાને હાથ જોડીને બહાર આવવા વિનંતી કરી. જોકે બાબા તેને લગભગ બે કલાક સુધી ખાડામાં સુઈ રહ્યા, તે પછી તેમની તબિયત ખરાબ થવા લાગી. જ્યારે તેની તબિયત બગડી ત્યારે પોલીસે બાબાને સમજાવ્યા અને તે ફરી બહાર આવ્યા. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.