Categories: ગુજરાત

મોટો નિર્ણય: સુરતમાં માસ્ક ન પહેરવા પર હવે 1000 દંડ નહીં.. પરંતુ આ વસ્તુ અપાશે..

ગુજરાતમાં આજે કોરોના વિસ્ફોટો રેકોર્ડ તોડતા એત્યાર સુધીના સૌથી વધુ 1961 કેસ નોંધાયા છે.. તેવા માહોલમાં સુરતમાં પોલીસ દ્વારા લોકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે, શુક્રવારથી સુરતમાં માસ્ક ન પહેરવા પર હવે કોઈપણ પ્રકારનો દંડ નહીં ફટકારવામાં આવે. સુરત પોલીસ દ્વારા આ નવું કેમ્પેઈન શરૂ કરાયું છે. જે પ્રમાણે માસ્ક ન પહેરનારને પોલીસ દંડ નહીં પરંતુ માસ્ક પહેરાવશે.

નવું સૂત્ર: દંડ નહીં માસ્ક પહેરો
સુરત જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, લોકોમાં દંડને લઈને ભારે રોષ છે.. બીજી તરફ કોરોના પણ ફેલાઈ રહ્યો છે. તેવામાં લોકોને દંડવાનું બંધ કરી તેમને જાગૃત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન પ્રમાણે, જે લોકો માસ્ક નહીં પહેરે તેને પોલીસ દંડની જગ્યાએ માસ્ક પહેરાવશે.

મનપા અને પોલીસ આમને-સામને
મહત્વની બાબત તો એ પણ સામે આવી છે કે, માસ્ક ન પહેરનારને દંડ નહીં પરંતુ માસ્ક આપવામાં આવશે તે સૂત્ર અને જાહેરાત સુરત પોલીસે કરી છે. જ્યારે બીજી તરફ સુરત પોલીસની જાહેરાતની ક્રેડિટ સુરતના મેયરશ્રીએ લેવાની કોશિશ કરી. એટલે કે, કોઈનો નિર્ણય અને કોઈ ક્રેકિટ લઈ રહ્યું છે. પરંતુ જે હોય તે દંડ નહીં લેવાનો નિર્ણય સરાહનીય માનવામાં આવી રહ્યો છે.

સુરતમાં સૌથી વધુ કોરોનાના નોંધાયા કેસ઼
રાજ્યમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો છે. સૌથી વધુ 1961 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેર અને ગ્રામ્યમાં કુલ 328 કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીઓના મોત થયાં છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 60,850 થયો છે. જ્યારે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 1157 પર પહોંચ્યો છે.

દંડ નહી માસ્ક અભિયાનને આખા રાજ્યમાં શરૂ કરવા માગ
આપણે જાણીએ જ છીએ કે, 1000-1000 રૂપિયા દંડ આપીને લોકો થાકી ચૂક્યા છે. દંડને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. તેવામાં સુરતમાં પોલીસે આ રીતે જાહેરાત કર્યા બાદ હવે રાજ્યભરમાં આ પ્રકારે અભિયાન ચલાવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. લોકો પાસેથી દંડ વસુલવાનું બંધ કરવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. જોકે આ માગ ક્યારે સંતોષાય છે તે તો આવનાર સમય જ હતાવશે.

સુતરમાં આ પ્રકારના નિર્ણય મુદ્દે તમારું શું માનવું છે તે ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. સાથે જ લાઈક કરી શેર અવશ્ય કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021