સોશિયલ મીડિયાના યુગમાં પણ અંધવિશ્વાસ જડો સૂકાઈ નથી. પરંતુ પહેલા કરતાં વધુ ઉંડી થતી જોવા મળી રહી છે. આજે લોકો અંધશ્રદ્ધાના શિકાર બને છે. આવો જ એક મામલો મહારાષ્ટ્રના પુણેમાં સામે આવ્યો છે. જ્યાં એક પરિવારે તાંત્રિક પર વિશ્વાસ કરીને 7 લાખ રૂપિયામાં 4 કબૂતર ખરીદ્યાં હતા. ઢોંગી બાબા આ લોકોને મોત ભય બતાવીને આ કબૂતર વેચ્યાં હતા.

આ ચોંકાવનારો કિસ્સો પૂણેના કોંઢવા વિસ્તારનો છે. જ્યાં એક પરિવારના દીકરાની હાલત ખૂબ ખરાબ હતી. જેનો અનેક જગ્યાંએ ઈલાજ કરાવ્યો. પણ તેની એના પર કોઈ અસર થતી નહોતી. ઉપરથી તે વધુ બીમાર થઈ રહ્યો હતો. એટલે પરિવારે દીકરાનો જીવ બચાવવા માટે તાંત્રિક કુતબુદ્દીન નઝમને મળવા પહોંચ્યાં હતા. જ્યાં આ પરિવાર તાંત્રિકના ચક્કરમાં ફસાયા હતા.

આ ઢોંગી બાબાએ પીડિત પરિવારને કહ્યું હતું કે, કોઈએ તેમના દીકરા પર મેલી વિદ્યા કરી છે. જેના કારણે તેનું ટૂંક જ સમયમાં મોત થવાનું છે. આ સાંભળીને પરિવાર ખૂબ ડરી ગયો અને બાબા પાસે દીકરીનો જીવ બચાવવાનો ઉપાય માગવા લાગ્યા.

તાંત્રિકે પરિવારને ચાર કબૂતરોને ખરીદવા માટે કહ્યું. જેની કિંમત 7 લાખ રૂપિયા જણાવી હતી. બાબએ કહ્યું હતું કે, જો તેઓ આ કબૂતર ખરીદશે તો, તેના દીકરાની જગ્યાએ આ કબૂતરની મોત થઈ જશે.એક કબૂતરની કિંમત 1 લાખ 70 હજાર રૂપિયા જણાવી હતી.
પીડિત પરિવારે પણ પોતાના દીકરાનો જીવ બચાવવા માટે 7 લાખ રૂપિયામાં 4 કબૂતરો ખરીદ્યાં હતા. થોડા સમય બાદ પરિવારને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે ઢોંગી બાબા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ પોલીસે આરોપી કુતબુદ્દીન નઝમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.