ઘણીવાર એવા વિચાર આવે કે, મર્યા પછી કેવું લાગતું હશે. આપણી આત્મા ક્યાં ભટકતી હશે વગેરે..વગેરે તમારા આવા સવાલના જવાબ તો વિજ્ઞાન પણ શોધી શક્યું નથી. જો કે, મોત પછી શું-શું થાય કેવું લાગે, નર્ક મળે કે સ્વર્ગ. આવી ઘણી વાતો વિશે આપણે સૌએ સાંભળ્યું તો હશે જ. ડૉ.બ્રૂસ ગ્રેસનને પણ આવા જ ખ્યાલ સાથે મોત બાદના કિસ્સા પર ‘અફ્ટર’ નામની પુસ્તક લખી છે.

આ પુસ્તકમાં ડો. બ્રૂસ ગ્રેસને હૉલી નામની એક મહિલા વિશે જણાવ્યું છે. ઉંઘમાં દવાના ઓવર ડોઝના કારણે હૉલી નામની મહિલાની એક નાડી બંધ થઈ થાય છે. તેની મિત્ર તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલને લઈને જાય છે. હૉલી ઓપરેશન થિએટરમાં પડી છે. જ્યારે ડૉ બ્રૂસન તેની મિત્રને સુઝાનને લઈને નીચે પૂછપરછ કરવા ગયા હતાં. જ્યાં ડૉક્ટરની ટાઈ પર ટોમેટાનો સોસ પડ્યો હતો. જેના કારણે તેને ટાઈ બદલવી પડી હતી.
ત્યારબાદ ડૉક્ટર ઓપરેશન થિએટરમાં પહોંચ્યાં હતા. હૉલી બેભાન પડી હતી. જેને શૉક આપીને તેને ફરીથી જાગ્રત અવસ્થામાં લાવવાનો પ્રયત્ન પ્રયત્ન થઈ રહ્યો હતો અને અચાનક હૉલીના શ્વાસ પાછો આવવા લાગ્યો.હૉલીને ભાનમાં આવી ત્યારે તેને ડૉ બ્રૂસને જણાવ્યું કે, તેની મિત્ર જ્યારે નીચે ગઈ હતી. ત્યારે તે પણ તેનો પીછો કરતી-કરતી તેની પાછળ ગઈ હતી. જ્યાં તમારી ટાઈ પર કંઈક પડ્યું હતું. ત્યારબાદ તમે ટાઈ બદલી હતી.
તમને આગળ કહ્યું તેમ, જ્યારે ટાઈને બદલવાની ઘટના થઈ ત્યારે હૉલી તેના છેલ્લા શ્વાસ લઈ રહી હતી. તેનું શરીર ઓપરેશન થિએટરમાં પડ્યું હતું. છતાં તેને આ ઘટના વિશે ખબર પડી હતી.

હૉલીની કહાણી સાંભળીને ડૉ બ્રૂસન હેરાન થઈ ગયો અને તેને મોત બાદ જીવન અને મોત પર રિસર્ચ કરવાનું શરૂ કરી દીધું. સાથે જ તેને આ રસપ્રદ મુદ્દા પર પુસ્તક લખવાનું શરૂ કર્યુ. જેમાં તેને દિલચસ્પ કહાણી લખી જે 56 વર્ષની લૉરી ડ્રાઈવર અને અલ સુલિવનની છે.
હાર્ટ અટેકના કારણે અલ સુલવિન બેભાન થઈ ગઈ હતી. તેના શ્વાસ જાણે બંધ થઈ રહ્યાં હતા. જો કે, ઓપરેશન પુરુ થયું ને તેના જીવમાં જીવ આવ્યો હતો. આ જોઈને સૌ કોઈ હેરાન થઈ ગયા હતા.
અલ સુલવિન ભાનમાં આવી ત્યારે ડો. બ્રૂસને ઈશારો કરીને તેને બધુ પૂછવા લાગ્યાં. ત્યારે અલ સુલવિને ઓપરેશન દરમિયાન થયેલી તમામ ઘટનાને ક્રમાનુસાર જણાવી. તે બધી હકીકત હતી. આ સાંભળીને ડો. બ્રૂસન પણ દંગ રહી હતો. કારણ કે, આ ઘટના દરમિયાન અલ સુલવિન મરણ પથારી હતી છતાં તેને તમામ વાતો અને અન્ય ડૉક્ટરની બેજવાદારી ભર્યા વર્તન વિશે બરાબર ખબર હતી.
આગળ વાત કરતાં અલ સુલવિને કહ્યું હતું કે, તે તેની મળી હતી. જે 20 વર્ષ પહેલા જ મરી ચૂકી છે.આમ, આ પુસ્તકમાં ડૉ. બ્રૂસને રસપ્રદ રીતે આ આખી ઘટનાને વર્ણવી છે. જે જીવન અને મોત વચ્ચેની સફરે દર્શાવે છે.
I wanted to thank you for this good read!! I absolutely loved every little bit ofit. I have you bookmarked to look at new stuff you post.
Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!