મોબાઈલની દુકાનમાં કામ કરતા યુવાને પંજાબના મુખ્યમંત્રીને હરાવી રચ્યો ઈતિહાસ,. જાણો આ આમ આદમી વિશે
મોબાઈલની દુકાનમાં કામ કરતા યુવાને પંજાબના મુખ્યમંત્રીને હરાવી રચ્યો ઈતિહાસ,. જાણો આ આમ આદમી વિશે

મોબાઈલની દુકાનમાં કામ કરતા યુવાને પંજાબના મુખ્યમંત્રીને હરાવી રચ્યો ઈતિહાસ,. જાણો આ આમ આદમી વિશે

દેશમાં આમ તો ભાજપનો ડંકો વાગ્યો છે. પરંતુ 5 રાજ્યોમાંથી પંજાબમાં આમ આદમી પાર્ટીએ જીતનો પરચમ લહેરાવ્યો છે. પરંતુ હાલ ચર્ચાનો મુદ્દો કોંગ્રેસના મુખ્યમંત્રીને હરાવનાર એક વ્યક્તિનો છે.. કારણ કે, ચરણજીત ચંનીને એક મોબાઈલની શોપમાં કામ કરતા આમ આદમીએ કારમી હાર આપી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ચન્ની ભદૌર બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. પંજાબના માલવા વિસ્તારમાં દલિત વસ્તી ઘણી વધારે છે, જેના કારણે કોંગ્રેસે અહીં ભદૌર બેઠક પરથી ચરણજીત સિંહ ચન્નીને મેદાનમાં ઉતાર્યા છે. ચન્નીની સામે આપ પાર્ટી દ્વારા તેઓના ઉમેદવાર લાભ સિંહને ઉતારવામાં આવ્યા હતા. જે પોતાના ગામમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવે છે. જો કે હાલમાં AAPના લાભ સિંહ કોંગ્રેસના નેતા પર 26,000 વોટથી હરાવી દીધા છે.

કોણ છે લાભસિંહ
લાભસિંહના જીવન અંગે વાત કરવામાં આવે તો તેઓ એક મોબાઈલની શોપમાં નોકરી કરે છે. અને લાભસિંહની માતા એક સરકારી સ્કૂલમાં સફાઈકર્મી તરીકે અને પિતા મજૂર તરીકે કામ કરે છે. તેમને પરિવાર માત્ર બે ઓરડા વાળા મકાનમાં રહે છે. તેઓએ ચૂંટણીના પ્રચાર માટો મોટરસાઈકલનો ઉપયોગ કર્યો હતો. કારણ કે, તેમની પાસે કારમાં ફરવાના પણ પૈસા નહોતા. પરંતુ તેમણે મુખ્યમંત્રીને હરાવીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.