રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્રી ટ્રોલ થઈ, એક કે કહ્યું શિલ્પા યોગ કરતી રહી અને રાજ….
રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્રી ટ્રોલ થઈ, એક કે કહ્યું શિલ્પા યોગ કરતી રહી અને રાજ….

રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્રી ટ્રોલ થઈ, એક કે કહ્યું શિલ્પા યોગ કરતી રહી અને રાજ….

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રા 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે. રાજને ભાયખલ્લા જેલમાં રાખવામાં આવ્યો છે. રાજ કુંદ્વા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને કેટલી એપના માધ્યમથી તેને પ્રકાશિત કરવાનો આરોપ છે. શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે સોમવારે ધરપકડ કરી હતી. ત્યાર બાદ મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પતિની ધરપકડ થયા બાદ સોશિયલ મીડિયા પર શિલ્પાને ટ્રોલ કરવામાં આવી રહી છે.

ટ્વિટર પર યૂઝર્સ શિલ્પાના યોગને મજાક બનાવતા કમેન્ટ કરી રહ્યાં છે. કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદે આ ખબર પર મજા લેતા કહ્યું કે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્વા રામદેવના શિષ્ય છે. ધ્યાન, યોગા અને સાધના તેને જ શિખવી છે. તેમ છતાં ધ્યાન ભટકી ગયું.

સંજય શર્મા નામના એક ટ્વીટર યુઝરે લખ્યું કે પત્ની શિલ્પા શેટ્ટી બિચારી યોગમાં બીઝી રહી અને પતિદેવ રાજ કુંદ્વા અશ્લીલ ફિલ્મો બનાવતા રહ્યાં. હાલ તો થોડા દિવસ રાજ સાહેબ જેલમાં દિવસો પસાર કરશે. એક અન્ય યુઝરે કહ્યું કે એવું તો નથી થયુંને કે હપ્તો પહોંચાડવામાં મોડુ થઈ ગયું હોય. આ ખબર પર રિયાયર્ડ વિંગ કેડર અનુમા આચાર્યએ શિલ્પા શેટ્ટી અને મોદીની એક તસવીર શેર કરીને લખ્યું કે ચરણ સ્પર્શ કરવાનું સૌભાગ્ય છે કે શિલ્પા શેટ્ટીનો પતિ પણ 2-4 દિવસના શરૂઆતના હંગામાં બાદ બચી નીકળશે.

જ્યારે એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે બાબા ભોગ સાધના પણ શિખવે છે, શું રાજ કુંદ્વા પણ આસારામના રસ્તે ચાલવા નીકળી પડ્યા. આમ સોશિયલ મીડિયા પર લોકો ઘણા પ્રકારની કમેન્ટ કરી રહ્યાં છે અને શિલ્પા શેટ્રીને ટ્રોલ કરી રહ્યાં છે.

એવામાં સોશિયલ મીડિયા પર રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરતી પોસ્ટ અને મીમ્સ વાઈરલ કરી રહ્યાં છે. યૂઝર્સ પોતાના હિસાબથી અલગ અલગ પ્રકારના મીમ્સ બનાવી રહ્યાં છે. ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે શિલ્પા શેટ્ટી દુનિયાને યોગનું જ્ઞાન દેવામાં મસ્ત, રાજ કુંદ્રા બીજા કામમાં વ્યસ્ત, જ્યારે અન્ય એકે લખ્યું કે પત્ની બનાવે યોગના વીડિયો, પતિ બનાવે ભોગના વીડિયો. જ્યારે બીજા યુઝરે લખ્યું કે આમા રાજ કુંદ્રાની કોઈ ભૂલ નથી. ભૂલ એ કેમેરામેનની છે કે જેને આ ફિલ્મ રેકોર્ડ કરી. હું તે કેમેરામેનને હજાર લાત મોકલું છું. આમ આવા સેંકડો વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે.

શું છે સમગ્ર ઘટના?
મુંબઈની ક્રાઈમ બ્રાંચે બોલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવાર, 19 જુલાઈની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.

રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું છે કે તેની પાસે રાજ કુંદ્રા સામે પૂરતા પૂરાવા છે.આ અગાઉ રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલ તેની પૂછપરછ કરી રહી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.