રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પર ગાળીયો કસાયો, લીધો આ મોટો નિર્ણય…
રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પર ગાળીયો કસાયો, લીધો આ મોટો નિર્ણય…

રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પર ગાળીયો કસાયો, લીધો આ મોટો નિર્ણય…

એક્ટ્રેસ શિલ્પા શેટ્રીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની 19 જુલાઈની રાતે પોલીસે ધરપકડ કરી હતી. જે બાદ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કાલે કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. પોર્ન ફિલ્મ કેસમાં પતિનું નામ આવવાથી શિલ્પા શેટ્ટીના અંગત જીવનમાં ઉથલ પાથલ વધી ગઈ છે. તેના આ કેસની અસર તેના કરિયર પર પણ પડી છે. મળતી માહિતી અનુસાર શિલ્પા શેટ્ટીને સુપર ડાંસર-4માંથી શિલ્પાને કાઢી મુકવામાં આવી છે અને તે હવે અપકમિંગ એપિસોડમાં જોવા મળશે નહીં.

સુપર ડાન્સર-4માં જજના રૂપમાં શિલ્પા કામ કરી રહી હતી આ શોની તમામ સિઝન તેને જ જજ કરી હતી. હાલમાં તેને આ શોમાંથી બહાર કાઢી મુકવામાં આવી છે. શિલ્પાના બદલે આ શોમાં કરિશ્મા કપૂર જજ તરીકે જોવા મળી શકે છે. મીડિયામાં આવી રહેલા રિપોર્ટનું માનીએ તો મંગળવારે સુપર ડાંસર ચેપ્ટર 4ની અપકમિંગ એપિસોડનું શૂટિંગ થવાનું હતું. પરંતુ શિલ્પાએ સેટ પર આવવા પર મનાઈ કરી દીધી છે.

શિલ્પાએ શૂટિંગ પર ન આવવા માટેનું કારણ જણાવ્યું નથી. તેને કહ્યું કે પર્સનલ પ્રોબ્લેમના કારણે તે આવી શકશે નહીં તેવું તેને જણાવ્યું હતું. જેથી મેકર્સએ તે શોમાંથી બહાર કરી દીધી છે અને કરિશ્મા કપૂરને સાઈન કરી છે. આ શોને કરિશ્મા કપૂર, ગીતા કપૂર અને અનુરાગ બાસુ જજ કરશે. ટુંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ થઈ જશે. થોડા સમય પહેલા જ કોરોનાના કારણે શિલ્પા શેટ્ટીએ મે મહિનામાં શોમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન મલાઈકલા અરોડાએ શોને જજ કર્યો હતો.

શિલ્પા શેટ્ટીની થઈ શકે છે પૂછપરછ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજ કુંદ્રા મામલે ટુંક સમયમાં જ શિલ્પા શેટ્ટીની પૂછપરછ થઈ શકે છે. કારણ કે શિલ્પા મોટાભાગના બિઝનેસમાં પતિ રાજ કુંદ્વાની પાર્ટનર છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ તરફથી તેને ટુંક સમયમાં જ સમન મોકલવામાં આવી શકે છે.

શું છે સમગ્ર ઘટના?
મુંબઈની ક્રાઈમ બ્રાંચે બોલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવાર, 19 જુલાઈની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.

રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે કહ્યું છે કે તેની પાસે રાજ કુંદ્રા સામે પૂરતા પૂરાવા છે.આ અગાઉ રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલ તેની પૂછપરછ કરી રહી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.