મેષ
આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાંણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. નોકરીમાં અમુક મહત્વના નિર્ણય લેવા પડશે તેને લીધે ફાયદો થશે. નોકરીમાં પગાર વધી શકે છે અને પ્રતિષ્ઠિત લોકોને મળવાનો મોકો મળશે.
વૃષભ
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે. પરિવારમાં પરમ શાંતિ જળવાશે. લાંબા સમયનાં ટેંશનથી રાહત મળશે. બાળકોની ચિંતા થશે પણ તેનું નિરાકરણ પણ મળી જશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. કામમાં નવી ટેક્નિક અને આવડતનો ઉપયોગ કરો. વધારે કામ હોવાને લીધે માનસિક અને શારીરિકે થાક રહેશે.
મિથુન
માનસિક અશાંતિનો અનુભવ થશે. કામકાજમાં સાધારણ તકલીફો રહેશે. સમજી-વિચારીને કરેલા કામથી સફળતા મળશે. કોઈ મિત્રની મદદથી અટવાયેલા કામ ઉકેલાઈ જશે. જે કામને તમે સરળ સમજી રહ્યા હતા તેને લીધે તમારી મુશ્કેલી વધી જશે. આ સમયે વેપારમાં આવેલી તમામ તકલીફનું સોલ્યુશન મળશે.
કર્ક
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. કરેલા કાર્યોમાં સફળતા મળશે. યુવાનો તથા વિદ્યાર્થીઓને ભવિષ્યની તકલીફ થશે. વાહનમાં ખર્ચો આવશે. વધારે કામ હોવાને લીધે સ્વાસ્થ્ય પર ધ્યાન નહિ આપી શકો. પતિ-પત્નીમાં કોઈ બાબતને લીધે ઝઘડો થાય.
સિંહ
શેર બજારમાં સારો લાભ મેળવશો. પ્રમે સબંધોમાં તકલીફ જણાશે. ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ બાબતે ઝઘડો થઈ શકે છે.
કન્યા
અજાણ્યા સાથેનો વ્યવહાર નુક્સાન કરાવશે. આવકમાં સાધારણ વધારો થશે. અકારણ ચિંતાથી કામ બગડશે. મુશ્કેલીના સમયમાં વિશ્વસનીય વ્યક્તિનો સહારો મળી શકે છે. ઉતાવળે કોઈ નિર્ણય ના લો. પહેલાં મહત્ત્વપૂર્ણ નિર્ણયના પ્રાથમિકતા આપો. સ્વાથ્ય્ય ઠીક રહેશે.
તુલા
સમજદારીથી કરેલા કામનો લાભ થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું.ખાસ કામ પૂરા કરવા માટેની મહેનત સફળ થશે. મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો. યુવા વર્ગ કામ વગરની વાતોમાં ન આવો. આમ કરવાથી લક્ષ્યથી ભટકાવી શકો છો. વડીલોનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વૃશ્ચિક
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે. પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે. કોઈ પણ કામ ધીરજથી પૂરું કરો. જમીન સંબંધિક કામો માટે દેવું લેતાં પહેલાં વિચાર કરો. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. અસંતુલિત દિનચર્યાને કારણે બીમાર પડી શકો છો.
ધન
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો. તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પતાવવાનો પ્રયાસ કરો. અચાનક જ ઘરે મહેમાનો આવવાથી ખર્ચ વધી શકે છે. વ્યવસાયના દૃષ્ટિકોણથી આ સમય શ્રેષ્ઠ છે.
મકર
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે. રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે. સંબંધીઓ અથવા પાડોશીઓની સાથે કોઈ ગંભીર વિષય પર ચર્ચા થશે. કોઈ નવી જાણકારીને શીખવામાં પણ સમય પસાર થશે. પર્સનલ લાઈફ સંબંધિત કોઈપણ પ્રરાકનું જોખમ લેવાથી બચવું.
કુંભ
વેપાર વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે. આપના આત્મબળમાં વધારો થશે. ઈર્શાની ભાવનાથી કેટલાક લોકો તમારી પીઠ પાછળ ટીકા કરી શકે છે. જેના કારણે તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જશે. ઘરમાં મહેમાનોના આગમનથી બધા ખુશ હશે. વૈવાહિક જીવન સામાન્ય રહેશે.
મીન
પતિ-પત્નીની વચ્ચે નાનાં-મોટા ઝઘડા થશે. પરંતુ સંબંધોમાં મધુરતા વધશે. પરિવારમાં કોઈની તબીયતની ચિંતા રહેશે. કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે. આજે સામાજીક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈપણ વ્યવસાયિક યાત્રા ટાળવી, કેમ કે તેનું કોઈ શુભ પરિણામ નહીં મળે.