રાશિફળ 17 નવેમ્બર 2021: ગણેશજીની કૃપાથી 2 રાશિના લોકોને રોકાણ કરવાથી લાભ મળશે, જાણો તમારો બુધવાર કેવો રહેશે?
રાશિફળ 17 નવેમ્બર 2021: ગણેશજીની કૃપાથી 2 રાશિના લોકોને રોકાણ કરવાથી લાભ મળશે, જાણો તમારો બુધવાર કેવો રહેશે?

રાશિફળ 17 નવેમ્બર 2021: ગણેશજીની કૃપાથી 2 રાશિના લોકોને રોકાણ કરવાથી લાભ મળશે, જાણો તમારો બુધવાર કેવો રહેશે?

આજે બુધવાર છે. જ્યોતિષમાં બુધને રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. શરીરમાં તે ત્વચા અને કુંડળીમાં બુદ્ધિનો કારક માનવામાં આવે છે. તેનો રંગ લીલો અને રત્ન પન્ના છે. આ દિવસના કારક દેવ સ્વયં શ્રીગણેશજી છે.

દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પરિસ્થિતિમાં બદલાવ આવવો એ પ્રકૃતિનો નિયમ છે અને તે વર્ષોથી ચાલતુ આવી રહ્યું છે. આવો જાણીએ તમારી રાશિ શું કહે છે.

મેષ
આજનો દિવસ વ્યસ્ત રહેશે. જીવનસાથીના વ્યવહારમાં ઉગ્રતા આવશે. વ્યવસાયિક નવીન ગતિવિધિઓ લાભકારી રહેશે. ઘર પરિવારમાં માંગલિક યોજનાઓની સંભાવના છે.

વૃષભ
તમારા અંગત જીવન પર ધ્યાન આપવું. સંતાનના અસભ્ય વ્યવહારથી મન અપ્રસન્ન રહેશે. વેપારમાં મન નહીં લાગે. મુશ્કેલીઓ વધશે.

મિથુન
તમારી સફળતાના કારણે તમારી કીર્તિમાં વધારો થશે. સાથે જ આજનો દિવસ અનુભવો ભરેલો રહેશે. અંગત ખર્ચ વધી શકે છે. પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે.

કર્ક
વ્યવસાયિક નવીન ગતિવિધિઓ લાભાકરક સાબિત થશે. બુદ્ધી ચાતુર્યથી અનેક કાર્ય સફળ થશે. જીવનસાથીના વ્યવહારમાં ઉગ્રતા રહેશે.

સિંહ
મિત્રોના સહયોગથી અંગત સમસ્યાનું સમાધાન આવશે. વેપારમાં પ્રગતિનો યોગ છે. આર્થિક રોકાણ કરવાથી લાભ થશે.

કન્યા
સમય અનુકૂળ છે. લાંબા સમય બાદ વેપારમાં લાભકારી પરિવર્તન આવી શકે છે. તેનો સદઉપયોગ કરવો. યાત્રા સંભવ છે.

તુલા
આજે ધાર્મિક આસ્થા વધશે. કાર્ય પ્રત્યે દ્રઠતા વધશે. તમારા કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં બદલાવ અને પદોન્નતિનો યોગ છે. વિરોધ થશે.

વૃશ્ચિક
તમારા વિચારોને બદલો. પ્રતિયોગી પરીક્ષામાં પ્રયત્નથી સફળતા મળશે. આવકમાં વૃદ્ધિ થશે. પિતા સાથે મનમુટાવ થઈ શકે છે. બીજીને નીચા દેખાડવાનો પ્રયત્ન ન કરવો.

ધન
આજે વેપારમાં વધુ લાભ પ્રાપ્ત થશે. કાર્ય વ્યવસાયમાં સફળતા વચ્ચે નવા મિત્રો ાથે આજે યાત્રાનો યોગ નબી રહ્યો છે. આજે કોઈ સાથે મજાક ન કરવી. નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડશે.

મકર
તમારા પ્રયાસોથી વ્યવસાયમાં તનાવ સમાપ્ત થઈ શકે છે. કારોબારમાં નવા પ્રસ્તાવથી મનમાં ઉત્સાહ ઉભો થશે. આજે ખાનપાનમાં વિશેષ સાવધાની રાખવી. દાંપત્ય જીવનસુખદ રહેશે.

કુંભ
આજે યશ, માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. જીવનસાથીની ભાવનાઓને સમજો. વ્યાપારિક સ્થિતિ આશાજનક બનશે. મિત્રો સાથે ભેટ થશે અને નવા ઉપહાર મળશે.

મીન
દિવસની શરૂઆતથી જ કાર્ય પ્રભાવિત થશે. આવકમાં વૃદ્ધિ થશે. પોતાની બુદ્ધમાનીથી આર્થિક સ્થિતિ સુધરશે. સંતાન ઉજ્જવલ ભવિષ્યની તરફ અગ્રેસર રહેશે.