રાશિફળ 18 નવેમ્બર 2021: વૃષભને જીવનસાથીનો સહયોગ મળશે, મકરને વાણી પર રાખવું પડશે નિયંત્રણ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?
રાશિફળ 18 નવેમ્બર 2021: વૃષભને જીવનસાથીનો સહયોગ મળશે, મકરને વાણી પર રાખવું પડશે નિયંત્રણ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?

રાશિફળ 18 નવેમ્બર 2021: વૃષભને જીવનસાથીનો સહયોગ મળશે, મકરને વાણી પર રાખવું પડશે નિયંત્રણ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?

જ્યોતિષમાં ગુરૂવારને દેવતાઓના ગુરૂ એટલે કે દેવ ગુરૂ માનવામાં આવે છે. તેના કારક દિવસને ગુરૂવાર કહેવાય છે. શરીરમાં હ્રદય અને કુંડળીમાં વિદ્યાનો કારક માનવામાં આવે છે. જેનો રંગ પીળો અને રત્ન પુખરાજ છે. આ દિવસના કારક દેવતા સ્વયં ભગવાન વિષ્ણુ છે. આ દિવસ વિદ્યાનો કારણ હોવાના કારણએ આ દિવસે માતા સરસ્વતીની પૂજાનું વિધાન છે.

દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પરિસ્થિતિમાં બદલાવ આવવો એ પ્રકૃતિનો નિયમ છે અને તે વર્ષોથી ચાલતુ આવી રહ્યું છે. આવો જાણીએ તમારી રાશિ શું કહે છે.

મેષ
વર્તમાન સમય શુભ ફળ આપશે. પરંતુ ક્રોધ પર નિયંત્રણ રાખવું. કારણ કે નાની એવી ભૂલ તમારૂ કામ બગાડી શકે છે. તમારા વિચારોને બદલો. બીજાના બદલવાની કોશિશ ન કરો.

વૃષભ
કાર્યક્ષમતામાં વધારો થશે. નોકરીની તલાસમાં ફરવું પડશે. જીવનસાથીનો સહોયગ મળશે. ભૂમિ ભવન ક્રય કરવામાં પૈસા લગાવવા પડશે. તમે જે વિચારો છો તે તમે કંઈ કરતા નથી. જેથી પોતાના નિર્ણય પર અડગ રહેવું.

મિથુન

ઉન્નતિના પથ પર અગ્રેસર થશો. અધિકારી વર્ગ માટે સમય ઉત્તમ છે. દાન પુર્ણ્યથી મનને શાંતિ મળશે. કાર્યની અધિકતાના કારણે જરૂરી કાર્ય સમય પર પૂર્ણ નહીં થાય

કર્ક
લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદનો આજે અંતિમ દિવસ છે. મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં લાગેલા રહેશો. કારોબારીઓ માટે મહેનત કરવાનો સમય છે. મનમરજી કરવાથી નુકસાન થવાની શક્યતા છે.

સિંહ
આજીવિકાના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે. જુના રોકાણથી લાભ થશે. કોઈ પણ નિર્ણય શાંતિથી કરવો. બીજાની સિખમાં પોતાનું નુકસાન ન કરવું. આજે ખોટા ખર્ચ ન કરવા.

કન્યા
તમારા વિચારોને બદલો અને શાંતિથી નિર્ણય કરવો. લાભ થશે. મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત થશે. વાહન લેવાનું મન બનેલું રહેશે. શું કરવું ને શું નહીં તે સ્થિતિમાંથી બહાર આવો.

તુલા
જીવનમાં નવી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે. તેનો લાભ લેવો. પરિવારના લોકો તરફથી ભેટ મળશે. તમારા વ્યવહારથી સહકર્મી ખુશ થશે. ખોટા ખર્ચા થઈ શકે છે. સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો.

વૃશ્ચિક
સમય ઓછો છે અને કામ વધુ છે. અંતે મન લગાવીને પોતાનું કાર્ય કરવું, સફળતા મળશે. પોતાના આહાર પર નિયંત્રણ રાખવું. મનગમતો જીવનસાથી મળવાથી મન પ્રસન્ન રહેશે. પેટ સંબંધિ રોગ સંભવ છે.

ધન
આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પૈસાના રોકાણથી લાભ થશે. રાજકાર્યથી જોડાયેલા લોકો માટે સમય મિશ્રિત ફળદાયી રહેશે. સંતાનના લગ્નની ચિંતા રહેશે.

મકર
વેપાર વિસ્તારની યોજના સફળ થશે. ખાદ્યપદાર્થ સાથે જોડાયેલા લોકો માટે સમય શ્રેષ્ઠ છે. સમય રહેતા પૈસાનું રોકાણ કરવું. શત્રુ સક્રિય રહેશે. ખોટી ચિંતા છોડી દો.

કુંભ
પોતાના વાક્યચાતુરથી કાર્ય બનાવી લેશો. વેપાર વ્યવસાયમાં યશ કીર્તિમાં વૃદ્ધિ થશે. ખેલ જગત સાથે જોડાયેલા લોકો માટે સમય શ્રેષ્ઠ છે. યાત્રાથી લાભ થશે.

મીન
ધનકોષમાં વૃદ્ધિ થશે. પોતાના કરિયર પ્રતિ ગંભીરતાથી નિર્ણય લઈ શકો છો. મનમાં કોઈ દુવિધા ચાલી રહી છે. જેથી તમે ખોટો નિર્ણય લઈ શકો છો. આધ્યાત્મિક બળથી લાભ થશે.