રાશિફળ 22 જુલાઈ 2021: મેષ, વૃષભ સહિત 6 રાશિઓનો થશે લાભ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?
રાશિફળ 22 જુલાઈ 2021: મેષ, વૃષભ સહિત 6 રાશિઓનો થશે લાભ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?

રાશિફળ 22 જુલાઈ 2021: મેષ, વૃષભ સહિત 6 રાશિઓનો થશે લાભ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?

જ્યોતિષમાં ગુરૂવારને દેવતાઓના ગુરૂ એટલે કે દેવ ગુરૂ માનવામાં આવે છે. તેના કારક દિવસને ગુરૂવાર કહેવાય છે. શરીરમાં હ્રદય અને કુંડળીમાં વિદ્યાનો કારક માનવામાં આવે છે. જેનો રંગ પીળો અને રત્ન પુખરાજ છે. આ દિવસના કારક દેવતા સ્વયં ભગવાન વિષ્ણુ છે. આ દિવસ વિદ્યાનો કારણ હોવાના કારણએ આ દિવસે માતા સરસ્વતીની પૂજાનું વિધાન છે.

દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પરિસ્થિતિમાં બદલાવ આવવો એ પ્રકૃતિનો નિયમ છે અને તે વર્ષોથી ચાલતુ આવી રહ્યું છે. આવો જાણીએ તમારી રાશિ શું કહે છે.

મેષ
આજે અટકેલા પૈસા પરત મળશે. આત્મવિશ્વાસના બળ પર આગળ વધો. પારિવારિક સુખ સંતોષ બનેલો રહેશે. મનોરંજનના કાર્યોમાં રૂચિ વધશે. આજે પોતાની વસ્તુને સંભાળીને રાખો.

વૃષભ
કોઈ નવા વેપારમાં રોકાણ કરવાનો યોગ છે. લાભદાયક સૌદા થશે. પ્રસિદ્ધિ મળશે. આજે વિદ્વાનો સાથે રહેવાનો અવસર મળશે.

મિથુન
તમારા સંબંધો પ્રત્યે લાપરવાહી ન કરવી. વ્યવસાયમાં વિકાસની યોજનાઓ બની શકે છે. આર્થિત અનુકૂળતા રહેવાથી સુખ સાધન વધશે. અંગત જીવનમાં ભાગદોડ રહેશે. જે બાદ તમને સફળતા મળશે.

કર્ક
નોકરીમાં બદલાવ લાવવાની ચાહના વચ્ચે તમને આજે અસંજસની સ્થિતિ રહેશે. કારોબારમાં સમજી વિચારીને નિર્ણય કરવાથી શુભ ફળ મળશે. સંતાનના ભવિષ્યની ચિંતા રહેશે. સાહિત્ય પઠનમાં રૂચિ વધશે.

સિંહ
સમયનો સદઉપયોગ કરવો. પોતાની સંગત બદલો. પોતાનાથી પ્રતિસ્પર્ધઆ કરવાથી બચવું. તમે મહેનત કરો અને તમારી માનસિકતા બદલો. બીજાની ઉન્નતિથી દુખી ન થાવ. કાનૂની વિવાદ પક્ષમાં ઉકેલ આવશે.

કન્યા
સમય પર કામ ન થવાથી મન અશાંત રહેશે. વ્યાપારિક નવીન યોજનાઓ બનશે. નિર્માણ કાર્યમાં સુધારો થશે. કલાત્મક કાર્યોનું પ્રતિફળ મળશે. વૈવાહિક જીવનમાં તનાવ રહેશે.

તુલા
વ્યર્થના દેખાવાથી દુર રહેવું. માનસિક શાંતિની તલાસમાં રહેશો. સંતાનના લગ્નમાં મોડુ થવાથી ચિંતા રહેશે. ન્યાયલયના કાર્ય પૂર્ણ થશે. વ્યવસાયમાં મંદી રહેશે. આજે ખાવા પિવા પર ધ્યાન આપવું.

વૃશ્ચિક
કામ આજે વધુ રહેશે. નોકરીમાં મનગમતુ સ્થળાંતર અને પદોન્નતિનો યોગ બની રહ્યો છે. આર્થિક રોકાણ સમજી વિચારીને કરવું. પારિવારિક કાર્યોમાં તમારી પૂછપરછ થશે.

ધન
આજે તમારી પત્નીનો સહયોગ અને સમર્થન મળશે. વ્યવસાયમાં ઉન્નતિ થશે. કારોબારમાં કેટલીક નવીન યોજનાઓ બનશે. તમારા દ્વારા કરવામાં આવેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

મકર
સામાજિક આયોજનમાં તમારી પ્રશંસા થશે. આજે સાહસ, પરાક્રમમાં રૂચિ વધશે. વેપાર વ્યવસાયમાં લાભદાયક સોદા થશે. ધર્મ ગ્રંથોનું પઠન કરવામાં રૂચિ રહેશે.

કુંભ
સામાજીક આયોજનમાં તમારી પ્રશંસા થશે. આજે સાહસ, પરાક્રમ વધશે. વેપાર, વ્યવસાયમાં લાભદાયક સોદા આત્મબળ વધારશે. ધર્મ ગ્રંથોના પઠન પાઠનમાં અભિરૂચિ વધશે.

મીન
વેપારમાં પરેશાનીઓનો અંત આવશે. પ્રેમ પ્રસંગના યોગ છે. ઉધાર લિધેલા પૈસા કેવી રીચે ચુકવવા તેની પરેશાની રહેશે. વિપરીત પરિસ્થિતિઓથી દ્રઢતાનો સામનો કરી શકશો.

Leave a Reply

Your email address will not be published.