રાશિફળ 24 જુન 2021: આજે 7 રાશિના લોકોનો દિવસ રહેશે ખાસ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?
રાશિફળ 24 જુન 2021: આજે 7 રાશિના લોકોનો દિવસ રહેશે ખાસ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?

રાશિફળ 24 જુન 2021: આજે 7 રાશિના લોકોનો દિવસ રહેશે ખાસ, જાણો તમારો ગુરૂવાર કેવો રહેશે?

જ્યોતિષમાં ગુરૂવારને દેવતાઓના ગુરૂ એટલે કે દેવ ગુરૂ માનવામાં આવે છે. તેના કારક દિવસને ગુરૂવાર કહેવાય છે. શરીરમાં હ્રદય અને કુંડળીમાં વિદ્યાનો કારક માનવામાં આવે છે. જેનો રંગ પીળો અને રત્ન પુખરાજ છે. આ દિવસના કારક દેવતા સ્વયં ભગવાન વિષ્ણુ છે. આ દિવસ વિદ્યાનો કારણ હોવાના કારણએ આ દિવસે માતા સરસ્વતીની પૂજાનું વિધાન છે.

દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પરિસ્થિતિમાં બદલાવ આવવો એ પ્રકૃતિનો નિયમ છે અને તે વર્ષોથી ચાલતુ આવી રહ્યું છે. આવો જાણીએ તમારી રાશિ શું કહે છે.

મેષ
પોતાના વિવેકથી અટકેલા કામ પૂર્ણ કરી લેવા. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. શારિરીક પીડા થવાની સંભાવના છે. પણ ચિંતા, તનાવ અને ભયનું વાતાવરણ રહેશે. દુખદ સમાચાર મળી શકે છે.

વૃષભ
પ્રતિયોગી પરીક્ષામાં પ્રયાસ સફળ રહશે. રોકાણ કરવું શુભ રહેશે. ધન પ્રાપ્તિના સુગમ અવસર મળશે. ઘર-બહાર પૂછપરછ થશે. લગ્નમાં આવી રહેલી પરેશાની દુર થશે. તમારા માટે સારો સમય છે.

મિથુન
શુભ સમાચારા મળી શકે છે. ધનલાભ થશે. રોકાણ કરવું શુભ રહશે. જોખમ ભરેલા કામ ન કરવા. સમય સાથે તમારા કામ કરવાનું શીખો. જીવનસાથીની ચિંતા રહેશે.

કર્ક
વ્યવસાયમાં ઉન્નતિપ્રદ અવસર આવશે. અચાનક લાભના અવસર હાથમાં આવવાની સંભાવના વચ્ચે વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. વિરોધી સક્રિય રહેશે. ચિંતા રહેશે. ન્યાય પક્ષ મજબૂત થશે.

સિંહ
ન ઈચ્છવા છતાં તમારે બીજાના કામ કરવા પડશે. વિવાદ વગેરેથી હાની થશે. ફાલતુ ખર્ચ કરવા નહીં. તનાવ અને ચિંતાનો માહોલ રહેશે.

કન્યા
આજે પ્રયાસ વધુ કરવા પડશે. વસુલી થવાની સંભાવના હોવાથી ચિંતા અને અશાંતિ રહેશે. પ્રતિદ્વંદ્વી શાંત રહેશે. કોઈ બીજાની વાત પર વિશ્વાસ ન કરવો. પહેલા હકિકત સાંભળી લેવી.

તુલા
નવી યોજના બનશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયમાં અનુબંધ લાભદાયક રહેશે. ધન પ્રાપ્તિ માટે સારા અવસર છે. સંતાનની ચિંતા રહેશે. વાહન સુખ સંભવ છે.

વૃશ્ચિક
સમય રહેતા જરૂરી કાર્ય પૂર્ણ કરી લેવા. રાજકિય બાધા દુર થતાં ભાગદોડ વધુ રહેશે. રોકાણ કરવાથી મનઅનુકૂળ રહેશે. ધાર્મિક યાત્રા સંભવ છે.

ધન
દરેક લોકો પર ઝડપથી વિશ્વાસ ન કરવો. પોતાના રહસ્ય અન્ય લોકો સાથે શેર ન કરવા નહીં તો મુશ્કેલી આવી શકે છે. જુના રોગો બહાર આવી શકે છે. જોખમ ભરેલા કામ ન કરવા,

મકર
વ્યવસાય મનોનુકૂળ રહેવાની સાથે લાંબા સમયથી ચાલી આવી રહેલી સમસ્યા દુર થશે. ગૃહસ્થ સુખ મળશે. બહારના સહયોથી કાર્યસિદ્ધિ થશે. અજ્ઞાત ભયથી ચિંતા રહેશે.

કુંભ
ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થવાની સંભાવના વચ્ચે સંપત્તિના કાર્યથી લાભ થવાની સંભાવના છે. પરંતુ મન અનુકૂળ કામ ન થવાની ચિંતા રહેશે. તનાવ અને ચિંતામાં વધારો થશે. યાત્રાના યોગ બની રહ્યાં છે.

મીન
જે લોકો તમારા કાર્યમાં અવરોધ ઉભો કરી રહ્યાં છે. તે ખુદ તમારી પ્રશંસા કરશે. રોકાણ કરવાથી લાભ થશેય . યાત્રા શુભ રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *