રાશિફળ 25 જુલાઈ 2021: સૂર્ય નારાયણની કૃપા રહેશે આ 3 રાશિના લોકો પર, જાણો તમારો રવિવાર કેવો રહેશે?
રાશિફળ 25 જુલાઈ 2021: સૂર્ય નારાયણની કૃપા રહેશે આ 3 રાશિના લોકો પર, જાણો તમારો રવિવાર કેવો રહેશે?

રાશિફળ 25 જુલાઈ 2021: સૂર્ય નારાયણની કૃપા રહેશે આ 3 રાશિના લોકો પર, જાણો તમારો રવિવાર કેવો રહેશે?

રવી એટલે સૂર્ય. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. તેમજ કુંડળીમાં તેમને આત્માના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ કેસરિયો તેમજ રત્ન માણિક્ય છે. આ દિવસના કારક દેવ સ્વયં સૂર્ય દેવ છે. જાણો રવિવારની સવારે કઈ રાશિના લોકો પર સૂર્ય દેવ મહેરબાન થશે.

દરેક રાશિમાં પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે. તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમનાથી જોડાયેલા જાતકોમાં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિનું રાશિફળ અલગ હોય છે. આકશમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. જેના કારણે મનુષ્યના જીવન પર અનેક નાના મોટા બદલાવ જોવા મળતા રહે છે. ઘણા લોકોને સુખ પ્રાપ્ત થાય છે તો ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે પરિસ્થિતિમાં બદલાવ આવવો એ પ્રકૃતિનો નિયમ છે અને તે વર્ષોથી ચાલતુ આવી રહ્યું છે. આવો જાણીએ તમારી રાશિ શું કહે છે.

મેષ
લોકો વચ્ચે તમારી તસવીર સુધરી જશે. પારિવારિક મામલા અશાંત રહેશે. કાર્યક્ષેત્રમા કામનો ભાર વધુ રહેશે. આર્થિક ચિંતા રહેશે. જે પણ થશે તે સારૂ થશે.

વૃષભ
સકારાત્મક વિચારોના કારણે પ્રગતિના અવસર આવશે. ધન પ્રાપ્તિના યોગ છે. વેપાર સારો ચાલશે. પરિવારમાં તરક્કી થશે. યાત્રામાં પરેશાની થઈ શકે છે.

મિથુન
તમને મહેનત અનુકૂળ સફળતા પ્રાપ્ત થશે. પ્રતિસ્પર્ધામાં યશ, સફળતા મળશે. સંતાનથી મદદ પ્રાપ્ત થશે. આર્થિક યોજનાઓ ક્રિયાન્વયન થવાની સંભાવના છે.

કર્ક
સમય મધ્યમ છે. માન-સમ્માનમાં વૃદ્ધિ સાથે તનાવ પણ વધશે. મહત્વના કાર્યો અને નિર્ણયોમાં સહયોગ લેવો પડશે. તનાવ વધશે. વાહનથી ચોટ લાગવાની શક્યતા છે. ખોટા વિવાદોથી દુર રહેવું.

સિંહ
સમયનો સદુપયોગ કરવો. તમે મહેનત કરો અને સંકુચિત માનસિકતા બદલો. વેપારમાં દરેક લોકો પર વિશ્વાસ ન કરવો. પોતાની સંગત બદલો. કાનૂની વિવાદ પક્ષનો હલ આવશે. બીજાની ઉન્નતિમાં દુખી ન થાવ.

કન્યા
વ્યવસાયમાં મંદી વચ્ચે આજે વ્યર્થના દેખાવાથી દુર રહેવું. કલાત્મક કાર્યો પ્રતિફળ આપશે. સમય પર કામ ન થવાથી મન અશાંત રહેશે. વૈવાહિક જીવનમાં તેનાવ આવશે.

તુલા
વ્યાપારિક નવીન યોજના બનશે. નિર્માણ કાર્યમાં સુધારો આવશે. સંતાનના વિવાહમાં વિલંબથી ચિંતા થશે. ન્યાયાલયીન કાર્ય લંબિત રહેશે. માનસિક શાંતીની શોધ રહેશે.

વૃશ્ચિક
કામ વધુ રહેશે. નોકરીમાં મનગમતું સ્થળાંતર સંભવ થવાનો યોગ છે. પારિવારિક કાર્યોમાં તમારી પૂછપરછ થશે.

ધન
સમય રહેતા પોતાના કાર્ય પૂર્ણ કરવા. આળસુ સ્વભાવ તમને નુકસાન પહોંચાડી શકે છે. કારોબાર વિસ્તારમાં ઉધારી લેવી પડી શકે છે. ધાર્મિક કાર્યોમાં સહભાગિતા બનો.

મકર
મનગમતો જીવનસાથી મળવાથી પ્રસન્નતા મળશે. તમારા વ્યવહારથી લોકો આકર્ષિત થશે. ભાઈ-બહેનનો સ્નેહ વધશે. વિદ્યુત ઉપકણ ખરીદી શકશો. કાર્યસ્થળ પર પૂજા પાઠમાં સામેલ થશો.

કુંભ
પૈસાના રોકાણથી સારૂ પરિણામ મળશે. અટકેલા કાર્ય પૂર્ણ થશે. ભૂમિ લાભ સંભવ છે. આજે નવા વસ્ત્રોની પ્રાપ્તિ થશે. વાહન પર ધન ખર્ચ થશે.

મીન
કારોબારમાં નવી ટેકનીકથી લાભ થશે. કાર્યની અધિકતાથી તનાવ રહેશે. કર્મચારીઓની અનિયમિતતાથી પરેશાન રહેશો. આજે મનની વાત કહેવાનો સમય છે.

Leave a Reply

Your email address will not be published.