લગ્ન દરેક જીવનનો સૌથી મહત્વનો અને ખાસ પ્રસંગ છે. જેને દરેક વ્યક્તિ યાદગાર બનાવવા માગે છે.વળી કેટલાંક લોકો તો પોતાના લગ્નને અલગ બનાવવા માટે વિવિધ પ્રકારની થીમ પણ રાખતા હોય છે. આ પાછળ તેઓ પાણીની જેમ પૈસા ખર્ચે છે. દેખાડાના આ સમયમાં સૌ કોઈ પોતાનો મોભો વધારા માટે લગ્ન પ્રસંગોમાં પ્રાણીઓને સામેલ કરે છે. જેનું એક ઉદાહરણ પાકિસ્તામાં જ જોવા મળ્યું હતું.

આ પાકિસ્તાની દંપતી તેમના લગ્નજીવનમાં કંઇક અલગ અને ખાસ કરવા માંગતું હતું. એટલે તેમણે લગ્નનું ફોટોશૂટ સિંહ બચ્ચા જોડે કરાવ્યું. પણ પાછળથી તેમને આ ફોટોશૂટ એટલું ભારે પડ્યું કે, તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના…
તાજેતરમાં પાકિસ્તાનના એક દંપતિએ લગ્નમાં સિંહના બચ્ચા સાથે કરાવેલો ફોટોશૂટ વાયરલ થતાં તેમની મુકશ્કેલી વધી ગઈ હતી. વરરાજાએ સિંહબચ્ચાને ખોળામાં લઈને ફોટો પડાવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, ફોટોશૂટ સારી રીતે થઈ શકે તે માટે સિંહના બચ્ચાને દવાઓ આપવામાં આવી હતી. જે તેને શાંત રાખે છે અને ફોટોશૂટ સરળતાથી થઈ શકે. જો કે આ દવાઓની સિંહ પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે.

જ્યારે આ ફોટોશૂટ વાયરલ થયો ત્યારે ત્યાં હોબાળો મચી ગયો હતો. વન્યપ્રાણી વિભાગ પંજાબે આ આરોપી યુગલની શોધ શરૂ કરી હતી. પછી આ દંપતીને મળતાની સાથે જ તેણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, અધિકારીઓની પરવાની હોય તો જ તમે આવા પ્રાણીઓને લગ્નમાં રાખી શકો છો પરંતુ તેનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે કરી શકાતો નથી.
પાકિસ્તાનમાં પ્રાણીઓના અધિકારને લઇને ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓ છે. પ્રાણીઓના હક માટે લડતા પ્રાણી અધિકાર કાર્યકર શૂમૈલા ઇકબાલે જણાવ્યું હતું કે, અહીં પ્રાણીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે. લોકો મનોરંજન માટે નિર્દોષ પ્રાણીને ત્રાસ આપે છે. અહીં પ્રાણીઓને લગ્નમાં તેમનું ગૌરવ અને પોતાની વૈભવતાના દેખાડો કરવા માટે બોલાવવામાં આવે છે. જ્યાં ફોટોશૂટ કરતાં પહેલા પ્રાણીઓને દવાઓ આપવામાં આવે છે.જેથી તે શાંત રહી શકે.
.