અત્યારે લગ્નસરા ચાલી રહી છે. ત્યારે અનેક યુવક-યુવતીઓ લગ્નના તાંતણે બંધા રહ્યાં છે. પરંતુ જૂનાગઢનો એક યુવક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. જો કે આપણા રાજ્યમાં આવા અનેક કિસ્સામાં સામે આવતા હોય છે કે જે લૂંટેરી દુલ્હનના શિકાર બનતા હોય છે. ત્યારે જૂનાગઢના આંબલીયા ગામના સતીશ આ લૂંટરી દુલ્હનનો ભોગ બન્યો છે.
ઘટનાની વિગત અનુસાર જૂનાગઢના આંબલીયા ગામના સતીશને લગ્ન કરવાની લાલચ આપીને જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતિ-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ એક છોકરી સાથે સતીશની ઓળખાણ કરવા હતી. આ પતિ-પત્નીએ સંબંધીની દીકરી હોવાની ઓળખ આપીને ભગવતી નામની છોકરી સાથે મેળાપ કરાવ્યો હતો અને લાલચ આપી હતી. પતિ અને પત્નીના કહેવા પર સતીશે ભગવતી નામની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા.
યુવર સાથે પોણા ત્રણ લાખની છેતરપીંડિ થઈ
દિકરાના લગ્નનો હરખનો પાર ન હતો પરિવારના લોકોને પણ આ ખુશી 7 દિવસ સુધી પણ ટકી શકી ન હતી. લગ્ન કરીને આવેલી યુવતીએ સતીશના ઘરેશી 70 હજાર રૂપિયાનો મોબાઈલ, એક લાખથી વધુની કિંમતના દાગીના અને રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. લગ્નની લાલચે સતીશ સાથે કુલ પોણા ત્રણ લાખની છેતરપીંડિ થઈ હતી.
યુવકે 70 હજારનો ફોન ગીફ્ટ કર્યો હતો
મળતી માહિતી અનુસાર લૂંટેરી દુલ્હનની કથિત મા ધનુબેન અને કાકા મુન્ના ભાઈ આંબલીયા ગામમ આવ્યાં હતા. ત્યારે સતીશ અને ભગવતીની મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેના લગ્ન નક્કી થયા હતા. પણ લગ્ન પહેલા આ ટોળકીએ સતીશ પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. જે બાદમાં 20 ઓગસ્ટ, 2020ના સતીશ અને ભગવતીના લગ્ન થયા હતા તે વેળાએ પણ 20 બજાર રૂપિયા લીધા હતા. આમ લૂંટેરી દુલ્હનના પરિવારના લોકોએ 70 હજાર રૂપિયા રોકડા લીધા હતા.
8 દિવસ બાદ કથિત માતા-પિતા દીકરીને લેવા આવ્યાં હતા
રીત-રીવાજ મુજબ કથિત માતા-પિતા લગ્નના 8 દિવસ બાદ દીકરીને લેવા આવ્યાં હતા. ત્યારે તેના કથિત માતા-પિતાએ કહ્યું કે દીકરીને ઘરે લઈ જવી છે. થોડા દીવસ બાદ રિવાજ મુજબ તમે ભગવતીને તેડી જજો. આવું કહીને ભગવતી રોકડા રૂપિયા અને ઘરેણા સહિત તમામ વસ્તુઓ સાથે લઈ ગઈ હતી. આ દરમિયાન ભગવતીને 20 હજારૂ રૂપિયાની જરૂર છે તેમ કહીને બીજા રોકડા રૂપિયા પણ લીધા હતા. આમ જ્યારે લૂંટેરી દુલ્હન ભાગી ગઈ ત્યારે 70 હજારનો મોબાઈલ, રોકડ રૂપિયા અને 1 લાખની કિંમતના ઘરેણાં લઈ ભાગી ગઈ હતી.
યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી
થોડા દિવસ વીતી ગયા પછી સતીશના પરિવારના લોકો ભગવતીને ફોન કર્યો તો ફોન બંધ આવતો હતો. અનેક પ્રયાસ કરવાં છતાં કોઈ પત્તો ન લાગતા સતીશને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદમાં સતીશે જૂનાગઢના ભરત મહેતા તેની પત્ની અરૂણા, કન્યા ભગવતી, તેની માતા ધનુબેન અને કાકા મુન્નાભાઈ ઉર્ફે અનિરુદ્ધ સિંહ ગોહીલ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.