

ફરી એક વખત લગ્નમાં નોટોનો વરસાદ કરાયો હોવાની ઘટના સામે આવી છે. કડી તાલુકાના અગોલ ગામની આ ઘટના છે, જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. અહીં વરઘોડામાં ચલણી નોટો ઉડાવવામાં આવી હતી. જ્યારે લોકો પણ નોટો પકડવા દોડધામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

આ ઘટના કડી તાલુકા અગોલ ગામની છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 500 અને 2000ની નોટ ઉડાવવામાં આવી હતી. અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જોવા મળ્યાં હતા. જ્યારે 500 અને 2000 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે. અહીં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં 10-20ની નહીં પરંતુ 500-500ની નોટો ઉડાવવામાં આવતાં લોકોએ પણ તેને પકડવા દોડધામ કરી હતી.500 રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ થઇ ગઈ હતી

કડી તાલુકાના અગોલ ગામના વતની અને ગામના માજી સરપંચ કરીમ જાદવ અને રસુલ ભાઈ કે જેઓ બે ભાઈ છે. ત્યારે તેમના ભાઈ રસુલ ભાઈના પુત્ર રજાકના લગ્ન પ્રસંગે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જ્યાં માજી સરપંચ કરીમભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, અમારા બંને ભાઈ વચ્ચે એક જ પુત્ર છે અને જેના લગ્ન હતા અને સાંજના સમયે ગામની અંદર વરઘોડો નીકાળવામાં આવ્યો હતો.
મહેસાણામાં એક વરઘોડામાં 100 અને 500ની નોટોનો વરસાદ કરાયો, જુઓ વીડિયો#mahesana #gujarat #marriage #bride #groom #viralvideos #gujaratsamachar pic.twitter.com/1J7GOcti2m
— Gujarat Samachar (@gujratsamachar) February 18, 2023
જ્યાં લગ્નની ખુશીની અંદર ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સાથે સાથે સગાવાલાઓએ પણ ખુશીમાં ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. જ્યાં માજી સરપંચના ભત્રીજાના લગ્ન પ્રસંગે રૂપિયા 10થી 500 સુધીની ચલણી નોટોનો વરઘોડાની અંદર વરસાદ થતાં નોટો લેવા માટે પડાપડી થઈ હતી. કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ દ્વારા નોટોનો વરસાદ ગામની ચોકની અંદર આવેલા મકાનોના ધાબા ઉપર ચડીને કરવામાં આવ્યો હતો. માજી સરપંચના ભત્રીજાના લગ્નની અંદર લાખો રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થયો હતો.