લીંબડીના જનસાળા ગામે બે જૂથ વચ્ચે બંદુક, કુહાડી અને ધારીયા વડે અથડામણ.. જુઓ ફાયરિંગનો વીડિયો લાઈવ
લીંબડીના જનસાળા ગામે બે જૂથ વચ્ચે બંદુક, કુહાડી અને ધારીયા વડે અથડામણ..  જુઓ ફાયરિંગનો વીડિયો લાઈવ

લીંબડીના જનસાળા ગામે બે જૂથ વચ્ચે બંદુક, કુહાડી અને ધારીયા વડે અથડામણ.. જુઓ ફાયરિંગનો વીડિયો લાઈવ

યુપી અને બિહારમાં જે રીતે ગુંડારાજ જોવા મળે છે તેવી જ રીતે હવે ગુજરાતમાં પણ માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં બુંદક સાથે જાહેરમાં ગુંડારાજનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો હાઈવે પર બંદુક અને કુહાડી-ધારીયા સાથે હુમલો કરતા જોવા મળ્યા.

મળતી માહિતી પ્રમાણે, આ વીડિયો જનસાળા ગામે થોડા દિવસ પહેલા થયેલા અથડામણનો છે. જેમાં એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ બાબતે જાહેરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં કેટલાક લોકો દંડા અને ધારીયા-કુહાડી સાથે હુમલો કરી રહ્યા હતા.. તો એક વ્યક્તિ બંદુક વડે ફાયરિંગ કરી રહ્યો હતો. આ ઘટના બે દિવસ પહેલા જ બની હતી.. અને તેમાં 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

જોકે બે દિવસ પહેલા આ પ્રકારની ઘટના ઘટી જવા છતાં પોલીસ મોન સેવીને બેઠી છે. પોલીસ દ્વારા હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે પોલીસની ભૂમિકા પર અહીં સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય માનવામાં આવે છે. તેવામાં જાહેર રસ્તા પર આ રીતે યુપી-બિહાર વાળી થાય તે ગુજરાત માટે શર્મસાર કરનારી બાબત છે.

બે દિવસ થવા છતાં પોલીસ હજૂ જાગી નથી. તેવામાં સવાલ એ થાય છે કે, પોલીસ શું મીડિયામાં સમાચાર આવ્યા પછી જાગશે.? શું ગુજરાતની પોલીસ ગુજરાતને આવા ગુંડાઓના હવાલે કરવા માગે છે? કેમ પોલીસે અત્યાર સુધી કાર્યવાહી ન કરી?

Leave a Reply

Your email address will not be published.