વર્ષમાં શનિ 33 દિવસ સુધી અસ્ત રહેશે. તે 141 દિવસ સુધી વક્રીમાં રહેશે. શનિની સીધી અસર 7 રાશિઓ પર રહેશે. જેમાંથી 3 પર સાઢેસાતી અને 2 પર ઢય્યા અને અન્ય 2 રાશિ પર શનિનો પ્રભાવ જોવા મળશે.
વર્ષમાં શનિ 33 દિવસ સુધી અસ્ત રહેશે. તે 141 દિવસ સુધી વક્રીમાં રહેશે. શનિની સીધી અસર 7 રાશિઓ પર રહેશે. જેમાંથી 3 પર સાઢેસાતી અને 2 પર ઢય્યા અને અન્ય 2 રાશિ પર શનિનો પ્રભાવ જોવા મળશે.
શનિના અસ્ત થવું રહેશે શુભ
આ વર્ષે 12 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શનિ મકર રાશિમાં અસ્ત રહેશે. આ 33 દિવસમાં સૂર્ય અને શનિ એક જ રાશિમાં રહેશે. જ્યોતિષ ગ્રંથોમાં શનિનું અસ્ત થવું શુભ માનવામાં આવે છે. અસ્ત થવાથી શનિની અશુભ અસર ઓછી થાય છે.આ દિવસ દરમિયાન સાઢેસાતીવાળા લોકો માટે સારા રહી શકે છે. એટલે કે, ધનુ, મકર અને કુંભ રાશિઓના લોકો પર શનિના અશુભ અસર ઓછી થવા લાગશે. ત્યાં ઢય્યાથી પીડિત કર્ક અને તુલા રાશિવાળા લોકો માટે રાહતવાળો સમય રહેશે.
શનિના વક્રી ચાલથી વધી શકે છે મુશ્કેલી
23 મેથી 11 ઓક્ટોબર સુધી શનિ મકર રાશિમાં વક્રી રહેશે. વક્રી એટલે કે, પૃથ્વી આ તરફ રહેશે. જેનાથી ધીમુ રહેશે. 141 દિવસ સુધી શનિની એવી સ્થિતિની અસર તમામ રાશિઓ પર રહેશે. શનિના વક્રી થવાના કારણે ઘણાં લોકોને નુકસાન થઈ શકે છે. પરંતુ સાઢેસાતી અને ઢય્યાવાળી રાશિ પર ખાસ કરીને તેની અસર જોવા મળશે. આ રાશિ દિવસો અકસ્માત અને ધનહાનિ થવાનો યોગ બનશે.
7 રાશિઓ પર થશે શનિની સીધી અસર
ધન રાશિવાળા લોકો પર સાઢેસાતીના હવે અઢી વર્ષ થયા છે. આથી આ રાશિના લોકો પદોન્નતિ, પૈસા અને પ્રોપર્ટી મળવાના યોગ બની રહ્યાં છે. શનિના શુભ પ્રભાવ આ રાશિના જીવનમાં સારો સમય લાવશે.
મકર રાશિમાં શનિના અઢી વર્ષ થયા છે. આ રાશિના લોકોને વધુ મહેનત કરવી પડશે. તેમનું જીવન ભાગદોડવાળું રહેશે. માનસિક તણાવની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ પણ રહેશે.
કુંભ રાશિ વાળા લોકોની હજુ સાઢેસાતી શરૂ થઈ છે. સાઢેસાતીનુ બીજું વર્ષ છે. જેથી તેમના ખૂબ ધ્યાન રાખવું પડશે. શનિના કારણે તેમને ધન હાનિ- નોકરી અને બિઝનેસમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ જ દેવામાં ડૂબી શકો છો.
આ વર્ષે કર્ક અને તુલા રાશિ પર ઢય્યા રહેશે. જેથી આ રાશિવાળા લોકોને સંભાળીને રહેવું પડશે. શનિના કારણે ધનની હાની, નોકરી અને વેપાર થતાં બદલાવના કારણએ વિવાદ થઈ શકે છે. તેમજ બીમારીના કારણે તેમને મોટી મુશ્કેલીમાં પડી શકો છો.
મેષ,કર્ક અને તુલા રાશિ પર શનિની દ્રષ્ટિ રહેશે. આ 3 રાશિઓ આ વર્ષે ખૂબ ધ્યાન રાખવું પડશે. તમારા વિચારેલા કામ અટકી શકે છે. મહેનતની સામે ઓછો ફાયદો મળશે. તણાવ અને ભાગદોડ રહેશે. કામકાજ અટવાયેલા રહેશે