કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ઘણા લોકોને નુકસાન પહોંચ્યું છે. આ કોરોના સમયગાળામાં ઘણી વસ્તુઓ શરૂ થઈ છે પણ કેટલીક જગ્યાએ હજુ પણ શાળા બંધ છે અને જે શાળાઓ ખુલી છે તે અમુક કલાક પૂરતી જ ચાલુ રહે છે. આવી સ્થિતિમાં, સ્કૂલ બાળકો પાસેથી ફી વસૂલવા માટે જુદી જુદી રણનીતિ અપનાવી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પહેલેથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે, શાળાઓ વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી લઈ શકતી નથી.
આ દરમિયાન હરિયાણાનો પાણીપત જિલ્લાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શાળા સંચાલક બાળકો પાસેથી ફી વસૂલવા માટે હવે ગુંડાગીરીનો આશરોલેતા જોવા મળ્યાં હતા. જી હા… આ શાળાએ બાળકોને ભૂખ્યા- તરસ્યા બંધક બનાવી રાખ્યા હતા, અને કહ્યું હતું કે જ્યાં સુધી માતાપિતા ફી જમા નહીં કરે ત્યાં સુધી બાળકોને છોડવામાં આવશે નહીં. શિક્ષણ ક્ષેત્ર પર કંલક લગાવવના આ શાળા પાણીપત જિલ્લાના સમાલખામાં સ્થિત એક ડીએવીની સેનિટરી સાળા છે.

અહીં કેટલાક બાળકો શાળાનો પૂરો થવા છતાં પણ ઘરે પહોંચ્યા નહોતા. ચિંતામાં માતા-પિતા શાળાએ ગયા ત્યારે તેમને ખબર પડી કે, શાળા સંચાલકે બાળકોને ભૂખ્યા-તરસ્યા રાખ્યા છે. તેમણે એક શરત મૂકી હતી કે, જ્યાં સુધી સ્કૂલની ફી જમા ન થાય ત્યાં સુધી બાળકોને છોડવામાં નહીં આવે.
મળતી માહિતી મુજબ, બાળકોને લગભગ ત્રણ કલાક સુધી સ્કૂલમાં બંધક બનાવી રાખવામાં આવ્યા હતા. પોતાનાં બાળકને લેવા ગયેલા વાલીઓએ શાળામાં ભણતા અન્ય બાળકોનાં વાલીઓને પણ બોલાવ્યા હતા. જ્યારે બધાએ તેનો વિરોધ કર્યો ત્યારે શાળાના સંચાલકે બાળકોને છોડી દીધા.
બાળકોના માતા-પિતા પણ આક્ષેપ કરે છે કે, સ્કૂલ મેનેજરના તેમને વાંરવાર ધમકાવે છે. તેમજ તેમની પાસેથી વાર્ષિક ફી અને પરિવહન ફીની બળજબરીપૂર્વક વસૂલાત કરવામાં આવી રહી હતી. માતાપિતા જણાવ્યાનુસાર, તેઓએ પહેલાથી જ બધી ફી જમા કરી દીધી છે. પરંતુ સ્કૂલનાં બાળકો ફી વધારીને બાળકોને પરેશાન કરી રહ્યા છે.
બીજી તરફ, પોલીસે આ મામલે શાળાના આચાર્ય સાથે વાતચીત કરી હતી, ત્યારે તેમણે સ્પષ્ટતા આપતી વખતે તેના પર લાગેલા તમામ આક્ષેપોને નકાર્યા હતા.
નોંધનીય એ છે કે, કોરોના વાયરસમાં શાળા બંધ હોવાના કારણે ખાનગી શાળાને ભારે હાલાકી વેઠવી પડી છે. ખાસ કરીને આ શાળાઓમાં ભણાતા શિક્ષકોનો પગાર પણ બરાબર નથી મળી રહ્યો, ત્યારે જોવાનું રહેશે આવી અનેક શાળાઓ અને વાલીઓ સ્થિતિને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે છે નહીં..?