ઊર્જા એ બે પ્રકારની હોય છે – સકારાત્મક અને નકારાત્મક જેમ કોઈ વ્યક્તિની અંદર નકારાત્મકતા અને સકારાત્મકતા બંને ભાવ હોય છે, તેવી જ રીતે આપણા ઘરની અંદર પણ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા આવતી રહે છે. જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, ત્યારે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રવર્તે છે, પ્રગતિ થાય છે. પરંતુ જ્યારે નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે મુશ્કેલીઓ એક પછી એક આવવા લાગે છે. ઘરમાં ઝઘડા થાય છે, ઘરની ખુશી કંકાસમાં ફેરવાઈ જાય છે, પૈસાની અછત આવે છે. તેથી, નકારાત્મક ઊર્જાને ઓળખવી ખૂબ જરૂરી છે. જેથી તેને રોકીને સમસ્યાઓને દૂર થઈ શકાય.
ઘરની નકારાત્મક ઉર્જાને આ રીતે ઓળખો
અહીં, ધ્યાનમાં રાખો કે નકારાત્મક ઊર્જાનો અર્થ ભૂતનો નથી, પરંતુ ઘરની કોઈપણ સ્થાપત્ય ખામી છે, જેના કારણે નકારાત્મક ઊર્જા જીવન પર અસર કરવાનું શરૂ કરે છે. વાસ્તુમાં પરિવર્તન કરીને તેને દૂર કરી શકાય છે. આવો જાણીએ અશુભ અને નકારાત્મકતા દૂર કરવાની રીત..
- જો કુટુંબનો કોઈ સભ્ય અચાનક કોઈ ગંભીર રોગનો શિકાર બની જાય છે અને સારવાર મેળવ્યા પછી પણ સાજો થઈ શકતો નથી. પાણી જેમ પૈસા વેડફાય છે. છતાં સારવારની કોઈ અસર દેખાઈ રહી નથી.
- તમે નોકરીમાં અથવા ધંધામાં સખત મહેનત કરો છો, પરંતુ અંતિમ ક્ષણમાં, કામ અટકી જાય છે અને શ્રેષ્ઠ તક તમારા હાથમાંથી નીકળી જાય છે (તકો ગુમાવવી) અને તે એકવાર નહીં ઘણીવાર બને છે.
- આખો દિવસ આળસ રહેવી, કોઈ પણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરવું. તક મળે છતાં તેને નજરઅંદાજ કરવી. સમજવાની અને વિચારવાની ક્ષમતા ગુમાવવી.
- વારંવાર નકારાત્મક વિચારો મનમાં આવે છે, મન અશાંત બને છે. ઘરમાં આવવાની સાથે રડવાનું મન થાય.આત્મહત્યા કરવાનો વિચાર આવે છે.
- ઘરની સારી રીતે સફાઈ કર્યા પછી પણ જીવજંતુઓ અને વંદા વગેરે ઘરમાં આવવાનું શરૂ થાય છે, તો પછી તેનું કારણ શોધવું જરૂરી છે, કારણ કે આ બાબતો તમારા સ્વાસ્થ્ય ઉપર પણ નકારાત્મક અસર કરી શકે છે.
ઘરે નકારાત્મક ઉર્જાને દૂર કરવાની રીતો
- ઘરના મુખ્ય દરવાજો હંમેશાં સાફ રાખો જેથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરે. ઘર અંદરથી જ નહીં પણ બહારથી પણ સ્વચ્છ અને સરસ રાખવું મહત્વપૂર્ણ છે.
- ગુરુવાર સિવાય બાકીના દિવસો સુધી ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તે જ મીઠાના પાણીથી આખા ઘરને સાફ કરો. ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે આ એક સરસ રીત છે.
- ઘરમાં પૂજા કરવાથી પણ ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. સવારે ઘરની પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવો. શુભ તારીખ જોઈને ઘરે સત્યનારાયણની કથા કરો