ઓડિશાના સોનપુરથી એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. ઓડિશાના સોનેપુરમાં લગ્ન સમારંભમાં ખુશીનો માહોલ અચાનક માતમમાં ફેરવાઇ ગયો હતો. અહીં વિદાય વેળાએ દુલ્હન પિતાનું ઘર છોડવાના દુઃખમાં એટલું બધું રડી કે તે અચાનક ઢળી પડી હતી. દુલ્હન એટલું રડી કે તેને હાર્ટ એટેક આવી ગયો હતો. આ ઘટના બની છે ઓડિશાના સોનપુરમાં કે જ્યાં શુક્રવારે એક લગ્ન સમારોહની ખુશી અચાનક માતમમાં બદલાઇ ગઇ હતી.
વિદાય સમયે ઢળી પડી દુલ્હન
ઘટનાની વિગત અનુસાર જુલાંડા ગામના મુરલી સાહૂની પુત્રી રોજી બલાંગીર જિલ્લાના ટેટલ ગાવ નિવાસી બિસીકેસનની સાથે લગ્નમાં બંધાઇ હતી. પરંતુ જ્યારે તેની વિદાય થઇ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. વિદાય દરમિયાન દુલ્હન સતત રડી રહી હતી. પછી અચાનક તે બેભાન થઇ અને જમીન પર ઢળી પડી હતી. જેથી ઘટનાસ્થળ પર હાજર પરિવારના સભ્યો અને સંબંધીઓએ તેના હાથનું માલિસ કરીને તેના ચહેરા પર પાણી છાંટીને તેને જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેને હોશમાં લાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યાં હતા. તેને તાત્કાલિક ડૂંગુરિપાલી સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવી હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ….
હોસ્પિટલમાં પહોંચતાં જ ડોક્ટરે હાર્ટ એટેકના કારણે તેને મૃત જાહેર કરી. જાણકારી મળતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ બાદ લાશને પરિવારજનોને સોંપવામાં આવી. રોજીના મોતના સમાચાર બાદ સમગ્ર વિસ્તારમાં દુખની લાગણી વ્યાપી જવા પામી છે. જુલુંડા ગામના એક નિવાસીએ જણાવ્યું કે રોજી ખૂબ તણાવમાં જીવી રહી હતી કારણ કે થોડા મહિના પહેલાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા. તેના મામા અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ મળીને તેના લગ્નનું આયોજન કર્યું હતું.